વડોદરા: શહેરનું સૌથી જૂનું ખંડેરાવ માર્કેટ જે શાકભાજી તથા ફુલ માટેનું સૌથી મોટું બજાર છે. આ માર્કેટ ઘણું જૂનું હોવાથી તેના ફ્લોરિંગની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, જેથી કરીને ખંડેરાવ માર્કેટના સુપ્રિટેન્ડેન્ટના હુકમથી ફ્લોરિંગનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે જે આગામી પાંચ દિવસ સુધી ચાલશે. ફૂલના વેપારીઓને થોડી મુશ્કેલી પડશે પરંતુ વેપારીઓ આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. વેપારીઓનું કહેવું એમ છે કે, આ જે કાર્ય કરી રહ્યા છે, એ અમારા સારા માટે જ કરી રહ્યા છે અને આવનારા ગ્રાહકો માટે જ કરી રહ્યા છે. કારણ કે ફ્લોરિંગની હાલત ખરાબ હોવાથી ગ્રાહકોને પગમાં પથ્થર વાગતા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર