
વડોદરાઃસરકારી બાબુ લાંચ લેવાના આરોપસર એસીબીના હાથે ઝડપાયા હોવાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે પરંતુ વડોદરામાં આનાથી ઊલટું સરકારી અધિકારીને લાંચ આપવાના આરોપમાં ગુંદરના વેપારી પિતા-પુત્રને એસીબીએ ઝડપી પાડયા હતા.નડીયાદમાં રહેતા મુલુકચંદ અગ્રવાલ અને તેમનો પુત્ર કિર્તી અગ્રવાલ ગેરકાયદેસર મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ધુપ કરવાનું ગુંદર મંગાવી બારોબાર વેચાણ કરતા હોવાની બાતમી ગોધરાના ઈન્ચાર્જ આરએફઓ નિરૂપમ વૈષ્ણવને મળી હતી.