Home /News /madhya-gujarat /Vadodara: EX-ARMY મેનના પેટમાં આજે પણ છે પાકિસ્તાનિઓની બૂલેટ, કારગિલ યુદ્ધમાં વાગી હતી 2 ગોળી

Vadodara: EX-ARMY મેનના પેટમાં આજે પણ છે પાકિસ્તાનિઓની બૂલેટ, કારગિલ યુદ્ધમાં વાગી હતી 2 ગોળી

X
કારગિલ

કારગિલ યુદ્ધમાં વાગી હતી બે ગોળી

વડોદરાનાં બકુલ મન્સુરીનાં પેટમાં લોખંડની ગોળી છે. કારગિલનાં યુદ્ધ વખતે તેમને બે ગોળી વાગી હતી. તેમાથી એક ગોળી આજે પણ અંતરડામાં ફસાયેલી છે. ઓપરેશન શકય ન હોવાથી દવા ઉપર જીવી રહ્યાં છે.

Nidhi Dave, Vadodara: આપણે બધા સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડની પુરુષ તરીકે ઓળખીએ છે. પરંતુ આપણી આસપાસ પણ ઘણા લોખંડી પુરુષ હોય છે, જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હોય. આજે પણ એવા ઘણા દેશના જવાનો છે, જેમને પોતાનું બધું જ દેશને સમર્પિત કરી દીધું છે. દેશ પ્રત્યેની જવાદારી અને વફાદારી ખૂબ બખૂબી નિભાવી છે.

પેટમાં લોખંડની ગોળી છે, કારગિલ યુદ્ધ વખતે લાગી હતી

વડોદરા શહેરના પૂર્વ જવાન જેમને લોખંડી પુરુષ કહી શકાય. કારણે કે તેઓ આજદિન સુધી પોતાના શરીરમાં યુદ્ધમાં લડત દરમિયાન વાગેલી લોખંડી ગોળી છે અને એની સાથે જીવી રહ્યા છે. આવા જ લોખંડી પુરુષની વાત કરીએ તો, વડોદરા શહેરના જવાન બકુલ મન્સૂરી, જેમનો દેશ પ્રત્યે પ્રેમ અતૂટ છે. તેઓ દેશ માટે અને દેશના લોકો માટે દુશ્મનો સામે લડત આપી છે.

1990 થી 2003 સુધી કશ્મીરમાં હતા. જ્યાં તેમને પહેલી ગોળી 1997માં કોકરનાથના વા ગામમાં વાગી હતી. તદુપરાંત કારગિલમાં 7 સૈનિકો પાકિસ્તાની સેનાનાને મારીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે જવાન બકુલ મન્સુરીને બે ગોળી વાગી હતી. જેમની એક ગોળી હજી પેટમાં છે. એ ગોળી હજી આંતરડામાં ફસાયેલી છે. જેનું ઓપરેશન થઈ શકે એમ નથી. તેથી તેઓ હવે ફક્ત દવા ઉપર જીવી રહ્યા છે. આટલા બલિદાન પછી પણ સરકાર તરફથી કોઈ સહયોગ આપવામાં આવ્યો નથી એવું બકુલભાઈ મન્સૂરીએ જણાવ્યું હતું.

દર મહિને 1500 રૂપિયાની દવાનો ખર્ચ થાય છે.

વધુમાં જણાવ્યું કે, તેઓ 1500 રૂપિયાની દવા દર મહિને ખાઈ રહ્યા છે. જેમાં 450ની એક ટેબ્લેટ હોય છે. આ ગોળી આંતરડાની અંદર ફસાયેલી છે. જે નીકળી શકે એમ નથી. એની સાથે આજ દિન સુધી જીવી રહ્યા છે અને લડી રહ્યા છે. આ હોય છે દેશ પ્રત્યેનો સાચો અને અતૂટ પ્રેમ.
First published:

Tags: 26 january republic day, India republic day, Local 18

विज्ञापन