ગુજરાતના 19 કલાકારના 200 પેઈન્ટિંગ પ્રદર્શનાર્થે મુકવામાં આવ્યા છે.જેમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ પર બનાવેલા નક્શી કામ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. કોલો મોટી સંખ્યામાં પ્રદર્શન નિહાળવા આવી રહ્યા છે
Nidhi Dave, Vadodara: શહેરના કિર્તિમંદિર ખાતે આવેલી આકૃતિ આર્ટ ગેલેરીમાં વર્લ્ડ ઓફ ફિલિંગ્સ શીર્ષક હેઠળ ગ્રુપ આર્ટ શોનું આયોજન કરાયું છે. જેમાં સમગ્ર ગુજરાતનાં 19 આર્ટિસ્ટે વિવિધ માધ્યમમાં બનાવેલાં 200થી વધુ પેઈન્ટિંગ્સ પ્રદર્શનાર્થે મુકાયા છે.
જે વિશે શો ના ક્યૂરેટર આર્ટિસ્ટ મેઘના સોલંકીએ જણાવ્યું હતું કે, એક્ઝિબિશન માં રાજકોટ, અમદાવાદ, સુરત, જૂનાગઢ, ગોધરા અને વડોદરાના 19 કલાકારોએ ભાગ લીધો છે. જેમાં તેમણે બનાવેલાં માઈક્રો પૈનવર્ક, પેન્સિલ સ્કેચ, એક્રેલિક ઓન કેન્વાસ, ઓઈલ ઓન કેન્વાસ તેમજ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ પર બનાવેલું નક્શીકામ વર્ક સહિતના 200 થી વધુ પેઈન્ટિંગ્સ એકઝિબટ કરવામાં આવ્યાં છે.
રાજાશાહીમાં ગોલ્ડાન પર નક્શી કામ થતુંજૂનાગઢના આર્ટિસ્ટ મધુસુદન બુવાએ જણાવ્યું કહ્યું કે, પહેલા રાજા - રજવાડાઓના સમયમાં સિલ્વર - ગોલ્ડન પ્લેટ પર નક્શી કામ કરાતું હતું. જે કળા સમય જતા લુપ્ત થતી ગઈ પરિણામે આજે દેશમાં નક્શીકામ કરતાં માત્ર જુજ કલાકારો જોવા મળે છે.મેં 32 વર્ષથી આ કલા વારસાને જાળવી રાખ્યો છે.
હું 24 કેરેટ ગોલ્ડન પ્લેટ પર રોડિયમથી નક્શીકામ કરીને આર્ટવર્ક બનાવું છું. જે ખૂબ જ કોસ્ટલી છે. મને એક પેઈન્ટિંગ બનાવતાં 5 થી 10 દિવસોનો સમય લાગે છે. તે સિવાય મેં 1993માં સ્મોલેસ્ટ 5 બાય 7 મિલીમીટરનું બર્થ ડે કાર્ડ બનાવ્યું હતું, જેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
સોનલ ગોસ્વામી અને સુધીર શર્માએ પોતાના જીવનના અનુભવોનો નિચોડ, પોતાની આસપાસના વાતાવરણનું અવલોકન, તેમના પ્રવાસ અને સફરના અનુભવો સહિતની અનેક ફિલિંગ્સને ચિત્રોના માધ્યમથી વ્યક્ત કરી છે. જેથી આ ગ્રુપ શોને લાગણીઓનું વિશ્વ એટલે કે વર્લ્ડ ઓફ ફિલિંગ્સ શીર્ષક આપવામાં આવ્યું છે.