રાષ્ટ્રધ્વજ ખાસ વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગમાં બનાવવામાં આવ્યો હતો.
રાષ્ટ્રના 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમ પર સમુદ્ર તટથી 160 મીટરની ઉચ્ચાઈએ સૌથી મોટો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
Nidhi dave, Vadodara: રાષ્ટ્રના 76 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના (Independence Day Celebrations) ભાગરૂપે આજે નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમ પર સમુદ્ર તટથી 160 મીટરની ઉચ્ચાઈએ સૌથી મોટોરાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટી સંચાલક અને ગુજરાતના નાણાં વિભાગના અગ્રસચિવ અને તથા SOUADTGA ચેરમેન જે.પી.ગુપ્તાએત્રિરંગાને સલામી અર્પી હતી.
ગુજરાતના નાણાં વિભાગના અગ્રસચિવ અને તથા SOUADTGA ચેરમેન જે.પી.ગુપ્તા રહ્યા ઉપસ્થિત
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam) ખાતે યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટી સંચાલક અને ગુજરાતના નાણાં વિભાગના અગ્રસચિવ અને તથા SOUADTGA ચેરમેન જે.પી.ગુપ્તાએ આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આ તકે નર્મદા ડેમના મુખ્ય ઇજનેર રાજેન્દ્ર કાનુન્ગો, અધિક્ષક ઇજનેર એમ.એલ.પટેલ, કાર્યપાલક ઇજનેર ટી.વી.કેદારીયા અને રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સમુદ્ર તળથી 160 મીટરની ઉંચાઇએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આપણો રાષ્ટ્રધ્વજ ડેમ પર આન, બાન અને શાનથી લહેરાઇ રહ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત સરદાર સરોવર નર્મદા ડેમના કર્મયોગીઓને સંબોધતા વહિવટી સંચાલક જે.પી.ગુપ્તાએ 76માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી નર્મદા ડેમના નિર્માણમાં પોતાનું યોગદાન આપનાર સૌ કોઇ પ્રત્યે રાજય સરકાર વતી આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ દ્વારા પિવાના અને ખેતી તેમજ ઉદ્યોગોને પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે. ગુજરાતનો વિકાસ થાય અને પ્રગતિના નવા શિખરો સર કરે તે માટે સૌ કોઇને કાર્યરત રહેવાની હિમાયત કરી સૌની સારા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યકત કરી હતી.
15થી 17 મીટર જેટલું કાપડ ત્રણેય રંગના પટ્ટામાં વાપરવામાં આવ્યું છે.
આ ધ્વજ ખાસ વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ લિ.ની કોઠી - રાવપુરા આઉટલેટમાં 14 ફૂટ બાય 21 ફૂટનો રાષ્ટ્રીય ધ્વજ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વિશેષ ઓર્ડરથી તૈયાર કરવામાં આવ્યો હતો. જે આજરોજ કેવિડયાના સરદાર ડેમ ખાતે 14 ફૂટ બાય 21 ફૂટનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાઇ રહ્યો છે. આજ સુધીનો આ સૌથી મોટામાં મોટો ધ્વજ બનાવવામાં આવ્યો છે. આ ધ્વજ રૂપિયા 34,700 ખર્ચે બનાવવામાં આવ્યો છે. 15થી 17 મીટર જેટલું કાપડ ત્રણેય રંગના પટ્ટામાં વાપરવામાં આવ્યું છે. આ ધ્વજ બનાવતા એક મહિના જેટલો સમયગાળો લાગ્યો હતો. તદુપરાંત આ એક જ ધ્વજ પાછળ 12 થી 15 માણસો એ ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું છે. તથા મુખ્ય વાત એ છે કે, આ ધ્વજ ફરકાવવા માટે 15 mm ની 30 મીટર લાંબી જાડી દોરી પણ અહીંથી લઈ જવામાં આવી હતી.