આમોદર ગામથી પીપળીયા ગામ સુધી રોડ રસ્તા પર પાણી ભરાયા
લોકોને પણ આ ગાયકવાડની ઐતિહાસિક ધરોહર કે જ્યાં દેશના મહાન વ્યક્તિઓ આવી ચૂક્યા છે, અભ્યાસ કરી ચૂક્યા છે, તેને બચાવવા સૌને સાથ આપવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કોઇ રાજકીય મુદો નથી પરંતુ આપણી ઐતિહાસિક ધરોહર છે,
1. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા અને શિક્ષણવિદ ડો.મનિષ દોશીએ શહેરની ઐતિહાસિક શાળા એક્સપેરિમેન્ટ સ્કુલની લીધી મુલાકાત...
શહેરમાં ઐતિહાસિક શાળા એક્સપેરિમેન્ટ સ્કુલ કે જ્યાં દેશના નાયબ વડાપ્રધાન રહી ચૂકેલા સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલે અભ્યાસ કર્યો હતો અને જે શાળાની મુલાકાત ખુદ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ લીધી હતી. સાથે જ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત જાકીરહુસૈન સાથે જ પૂર્વ વડાપ્રધાન દિવંગત લાલબહાદુર શાસ્ત્રીજીએ મુલાકાત લીધી હતી. તેવી આ ઐતિહાસિક શાળાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડો.મનિષ દોશીએ મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકારને આ ઐતિહાસિક શાળાને બચાવી લેવા રજૂઆત કરી છે.
લોકોને પણ આ ગાયકવાડની ઐતિહાસિક ધરોહર કે જ્યાં દેશના મહાન વ્યક્તિઓ આવી ચૂક્યા છે, અભ્યાસ કરી ચૂક્યા છે, તેને બચાવવા સૌને સાથ આપવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કોઇ રાજકીય મુદો નથી પરંતુ આપણી ઐતિહાસિક ધરોહર છે, તેને બચાવવાની વાત છે તેમ કહ્યું હતું. તેઓની સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, નરેન્દ્ર રાવત સાથે જ શહેર કોંગ્રેસના પ્રવક્તા અમીત ઘોટીકર સહિત કોંગ્રેસના કાઉન્સિલરો તથા પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
2. વાઘોડિયા રોડ પરના સુમનદીપ વિદ્યાપીઠ નજીકના રોડ ઉપર વરસાદી પાણીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા....
વાઘોડિયા રોડ પરના સુમનદીપ વિદ્યાપીઠ નજુકના રોડ ઉપર વરસાદી પાણીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. જિલ્લામાં સતત વરસાદ ના કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. જેને કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યાં આમોદર ગામથી પીપળીયા ગામ સુધી રોડ રસ્તા પર પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં સૌથી વધુ વરસાદ થયાની નોંધ લેવાઈ છે.