Home /News /madhya-gujarat /

વડોદરા શહેરમાં ક્રિસમસની સાંજે ચર્ચ બંધ રાખવામાં આવ્યું, જાણો શું છે કારણ

વડોદરા શહેરમાં ક્રિસમસની સાંજે ચર્ચ બંધ રાખવામાં આવ્યું, જાણો શું છે કારણ

વડોદરામાં

વડોદરામાં રાતના 11 વાગ્યા થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.

Vadodara news - શહેરના ફતેગંજ વિસ્તાર ખાતે પ્રખ્યાત ચર્ચ આવેલું છે. જ્યાં લોકો 25મી ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે

    વડોદરા: શહેરના (Vadodara)ફતેગંજ વિસ્તાર ખાતે પ્રખ્યાત ચર્ચ (church)આવેલું છે. જ્યાં લોકો 25મી ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે. તેવામાં આજરોજ ક્રિસમસની (Christmas-2021)સાંજે ચર્ચને બંધ રાખવામાં આવ્યું હતું કારણકે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવેલ છે. ચર્ચ અને મર્યાદિત સમય પુરતું જ ખોલવામાં આવ્યું હતું. આવનારા પાંચ દિવસોમાં પણ ચર્ચને મર્યાદિત સમય પુરતું જ ખોલવામાં આવશે.

    સરકારે નિર્ણય લીધો છે કે, વડોદરામાં રાતના 11 વાગ્યા થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. તેથી વડોદરાવાસીઓએ ક્રિસમસનું સેલિબ્રેશન સાંજે જ મનાવ્યું. જેમાં ખાસ ફતેગંજ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. ચર્ચ બંધ હોવા છતાં લોકો ચર્ચની બહાર જ સેલિબ્રિટ કરતા નજરે ચડ્યા હતા. શહેરમાં ક્રિસમસની રોનક જોવા મળી. લોકોમાં આનંદ ઉલ્લાસ પણ જોવા મળ્યો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Christmas, વડોદરા

    આગામી સમાચાર