અહીં દર્શનાર્થે આવતાં માઇ ભક્તો પૈકી કેટલાક ભક્તો હવે રોપ વે સેવાનો વધુ લાભ રહ્યા છે.
અગાઉ 18 ટકા જીએસટી સાથે 170 ભાડું હતું જે હવે ઘટી 150 રૂપિયા થયું છે. યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષ દરમિયાન લાખ્ખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીના દર્શન માટે ઉમટે છે.
રાજેશ જોષી, ગોધરા : પાવાગઢના રોપ વે (Pavagadh Ropeway)ના ભાડામાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે. સરકારના નવા જીએસટી સ્લેબ (GST slab)માં થયેલા ફેરફારને લઈ આ ઘટાડો થયો છે. અગાઉ 18 ટકા જીએસટી (GST) સાથે રોપ વે માં અવરજવરનું ભાડું 170 રૂપિયા હતું જે હવે 150 થયું છે.
સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા જીએસટી સ્લેબને લઈ કેટલીક વસ્તુઓ અને સેવાઓ મોંઘી થતાં વેપારીઓ અને ગ્રાહકોમાં ક્યાંક ને ક્યાંક કકળાટ અને વિરોધ ઉઠવા સાથે નવા સ્લેબ સામે નારાજગી જોવા મળી રહી છે. જયારે યાત્રાધામ પાવાગઢ ખાતે કાર્યરત રોપ વે સેવામાં જીએસટી દરમાં કરાયેલા ઘટાડાને લઈ ભાડું ઓછું થતાં મુલાકાતીઓ માટે રાહત અને ખુશીના સમાચાર છે.
અગાઉ 18 ટકા જીએસટી સાથે 170 ભાડું હતું જે હવે ઘટી 150 રૂપિયા થયું છે. યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષ દરમિયાન લાખ્ખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીના દર્શન માટે ઉમટે છે. આ બાબતને ધ્યાનમાં રાખી સરકારના પ્રવાસન વિભાગ અને મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી મંદિરનું અને મંદિર સુધી અવરજવરના માર્ગોનું નવીનીકરણ કરાયું છે અને હજી પણ વધુ સારી સગવડ માટે કામગીરી જારી છે.
અહીં દર્શનાર્થે આવતાં માઇ ભક્તો પૈકી કેટલાક ભક્તો હવે રોપ વે સેવાનો વધુ લાભ રહ્યા છે. ઉષા બ્રેકો લી. કંપની દ્વારા સંચાલિત રોપ વે સેવા પૂરી પાડવામાં આવી રહી છે. તાજેતરમાં જૂન માસમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર પાવાગઢના દર્શન માટે આવ્યા હતા એટલુ જ નહીં તેઓએ 500 વર્ષ બાદ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કર્યુ હતું. આ ઐતિહાસિક ક્ષણ બાદ હવે પાવાગઢ ખાતે ભક્તોની અવરજવર વધી છે.
બીજી તરફ સરકારે જીએસટી ના નવા સ્લેબમાં કેટલીક સેવાઓમાં ટકાવારી વધારી દીધી છે તો કેટલીક સેવાઓમાં ઘટાડો પણ કરાયો છે. ઘટાડો કરાયેલી સેવાઓમાં પાવાગઢ ખાતે કાર્યરત રોપ વે ના ભાડામાં ફરક પડ્યો છે. અગાઉ ના 18 ટકા જીએસટી માંથી હવે નવા દર ઓછા થતાં જ યાત્રિકોને હવે અવરજવર માટે અગાઉ 170 રૂપિયા ચૂકવવા પડતાં હતા જેના સ્થાને હવે 150 રૂપિયા ચૂકવવા પડશે અને આ નવા ભાડાનું અમલીકરણ પણ રોપ વે સંચાલકોએ શરૂ કરી દેવા સાથે જાહેર જનતાની જાણકારી માટે બોર્ડ પણ મુકવામાં આવ્યા છે.