વડોદરા: શહેરમાં મંગળવારે કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 97 પહોંચી હતી જે આજે 100ને પાર છે. કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધતા ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.
તેવામાં આજરોજ વડોદરા બસ સ્ટેશન પર પ્રવાસીઓ વગર માસ્કે જોવા મળ્યા તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ થતું નથી. લોકોની નિષ્કાળજી અહીં દેખાઈ રહી છે. જ્યાં હવે ત્રીજી લહેરની આશંકાઓ દેખાઈ રહી છે. તદુપરાંત લોકડાઉન થઈ શકે તેવી સંભાવનાઓ પણ ક્યાંકને ક્યાંક જોવા મળી રહી છે. તો તેવામાં લોકોએ જાગૃત રહીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. જો લોકો આ બાબતને થોડી પણ ગંભીરતાથી લેશે તો ત્રીજી લહેરની સામે લડત આપી શકીશું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર