Home /News /madhya-gujarat /

Bamboo Art: વાંસની કારીગરીનો અદભૂત દાખલો, 150 પ્રકારના Bamboo આર્ટથી મળી અનેક પરિવારને આજીવિકા

Bamboo Art: વાંસની કારીગરીનો અદભૂત દાખલો, 150 પ્રકારના Bamboo આર્ટથી મળી અનેક પરિવારને આજીવિકા

વડોદરાથી

વડોદરાથી 2624 કિલોમીટર દૂર આવેલા આસામથી બામ્બુ મંગવાય છે...

છેલ્લા ઘણા વર્ષોથી વાંસની વસ્તુઓ બનતી આવી રહી છે. પહેલાના જમાનામાં પણ લોકો વાંસની વસ્તુઓનો ઉપયોગ કરતા હતા અને હાલમાં તેનો ઉપયોગ ઓછો થઈ ગયો છે પણ નહિવત નહીં. વાસની વસ્તુ એ લોકોના જીવનમાં એક અલગ જ જગ્યા બનાવીને રાખી છે કે, જે ક્યારે બીજી કોઈ પણ પ્લાસ્ટિકની કે કાચની વસ્ત?

વધુ જુઓ ...
  નિધિ દવે, વડોદરા: છેલ્લા ઘણા વર્ષોથી વાંસની (Bamboo) વસ્તુઓ બનતી આવી રહી છે. પહેલાના જમાનામાં પણ લોકો વાંસની વસ્તુઓનો ઉપયોગ કરતા હતા અને હાલમાં તેનો ઉપયોગ (Uses) ઓછો થઈ ગયો છે પણ નહિવત નહીં. વાસની વસ્તુ એ લોકોના જીવનમાં એક અલગ જ જગ્યા બનાવીને રાખી છે કે, જે ક્યારે બીજી કોઈ પણ પ્લાસ્ટિકની (Plastic) કે કાચની (Glass) વસ્તુ એને બદલી નહીં શકે.

  વડોદરા શહેરમાં છેલ્લા 50 વર્ષથી રહેતા બામ્બુ આર્ટ (Bamboo Art) ના કલાકારે સેન્ટ્રલ જેલના 180 કેદીઓને 3 મહિના તાલીમ આપી હતી. વાંસમાંથી કલાત્મક ચીજવસ્તુઓ બનાવતા શિખવ્યું હતું. શહેરમાં 2624 કિલોમીટર દૂર આસામથી વિવિધ જાતના વાંસ મગાવવામાં આવે છે. જેથી, ઇંધણના ભાવમાં રૂ. 2 નો વધારો થાય તો વાંસની વસ્તુઓમાં રૂ. 50 જેટલો વધારો થતો હોય છે. શહેરના દાંડિયાબજાર, ખંડેરાવ માર્કેટ નજીક, ફતેપુરા, ચાંપાનેર સહિત વિવિધ વિસ્તારોમાં છેલ્લા 50 વર્ષથી 150 પ્રકારની બામ્બુ આર્ટ દ્વારા અનેક પરિવારો રોજીરોટી પર નિર્ભર છે.

  જે અંગે વિઠ્ઠલ કાશીરામ મોરેએ જણાવ્યું હતું કે, ગ્રાહકો જે ચિત્ર કે ડિઝાઈન બનાવી આપે, તે મુજબ બામ્બુ આર્ટ તૈયાર કરી આપવામાં આવે છે. એક જમાનો હતો જ્યારે લગ્નો, શુભપ્રસંગોમાં સાડી, મીઠાઇ, ફળફળાદિ, રંગબેરંગી ફુલ સહિત મોસાળાની વસ્તુઓ પણ વાંસની ટોપલી કે છાબડીમાં મુકવાનો રિવાજ હતો. એટલું જ નહિં, લગ્ન પ્રસંગે બનાવાતો ભાત પણ છાબડીમાં મુકવાની પ્રણાલી હતી.

  આ પણ વાંચો: રાજકોટ: લેડી Drugs Peddler સુધા ધામેલિયાનો આતંક, આશાસ્પદ યુવકે કર્યો આપઘાત

  જેમ - જેમ સમય બદલાતો ગયો તેમ - તેમ ધાતુ, કાચ કે પ્લાસ્ટિકના વાસણોનો વધુ ઉપયોગ થાય છે. ઘરની સાજ - સજાવટ માટે વાંસના પડદા, પાર્ટીશન, વાંસની ઝૂંપડી, પાણીપુરીનો ખુમચો સહિત 150 પ્રકારની ચીજવસ્તુઓ કલાકારો દ્વારા ખુબજ જહેમતથી તૈયાર કરાય છે. તદુપરાંત વાંસમાંથી સાધુનું કમન્ડર, બતક બાસ્કેટ, સોફાસેટ, હિંચકો - ઝૂલો, મુંઢા, કમ્પાઉન્ડવોલ, નાઇટ લેમ્પ સહિત ગ્રાહકોની માંગ મુજબ બામ્બુ આર્ટ તૈયાર કરાય છે.

  મોટેભાગે હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી મશીન દ્વારા બામ્બુ આર્ટ તૈયાર કરાય છે. પરંતુ તેમાં હસ્તકલાના ભરત - ગૂંથણ જેવો ઓપ આવતો નથી. પરંતુ હજી પણ એવા ઘણા કલાકારો છે જે પોતાના હાથેથી વાંસની વસ્તુઓ બનાવી રહ્યા છે. અને લોકો ઈચ્છે છે કે આ હસ્તકલા ક્યારે પણ મરી જવી ના જોઈએ. કારણ કે આ વસ્તુ માં જેટલી સુંદરતા જ છે એટલી બીજી કોઈ પણ વસ્તુમાં નહીં જોવા મળે. અલબત્ત, ઇન્ડસ્ટ્રીઝ, બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન, હોટલ્સ, રેસ્ટોરાં, ફાર્મહાઉસ સહિત અનેકવિધ સ્થળે સુશોભન માટે બામ્બુ આર્ટનું ચલણ વધતા કલાનગરીના કલાકારોને કામ મળી રહે છે.

  આ પણ વાંચો: સુરત: SRP જવાનો સાથેની બસ ટેન્કર પાછળ ઘૂસી જતાં 17 ઇજાગ્રસ્ત

  તથા છાબડીમાં જ પ્રસાદની અનોખી પરંપરા હજી પણ જીવંત છે. મંદિરો - આધ્યાત્મિક સ્થાનકોમાં શ્રીપ્રભુને ધરાવવામાં આવતી જાત - જાતની અને ભાત - ભાતની મીઠાઇઓ , ઠોર સહિતનો પ્રસાદ વાંસની છાબડીમાં જ ભક્તો ભાવિકોને મોકલાવવાની પરંપરા જારી છે.
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन