Home /News /madhya-gujarat /

VADODARA: વડોદરાના દોડવીરોએ એથ્લેટીક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી વડોદરાનું નામ રોશન કર્યું

VADODARA: વડોદરાના દોડવીરોએ એથ્લેટીક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી વડોદરાનું નામ રોશન કર્યું

આવનારા

આવનારા સમયમાં નેશનલ રમવાની ઈચ્છા વ્યક્ત કરી, ગોલ્ડ મેડલ લાવવાનો ધ્યેય નક્કી...

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે 11મુ ખેલ મહાકુંભ યોજાયું હતું.વર્ષ 2010માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.

  નિધિ દવે / વડોદરા: રમત એક એવી વસ્તુ છે કે જેને દરેકે પોતાનાં જીવનમાં એક સ્થાન આપવું જોઈએ. રમતથી ઘણા ફાયદા થતા હોય છે.તથા આપણું શરીર અને મન બંને તંદુરસ્ત રહે છે. પહેલા લોકો રમત ફક્ત રમવા પૂરતું રમતા હતા, પરંતુ જ્યારથી રમતને લઈને સ્પર્ધાઓ શરૂ થઈ છે, ત્યારથી લોકો રમતને ગંભરતાથી લેવા લાગ્યા છે. તદુપરાંત રમતના ક્ષેત્રે (Sports) પણ કારકિર્દી (Career) બનાવવાનો રસ્તો ખુલી ગયો છે. ઘણા પ્રકારની રમત હોય છે. એમાં રીલે ( Relay race ) જેને એક ટીમ તરીકે રમવાની હોય છે. આ રમતમાં 4 દોડવીરો એક સાથે આ ખેલને રમતા હોય છે.

  ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.

  ખેલ મહાકુંભની વાત કરીએ તો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે 11મુ ખેલ મહાકુંભ યોજાયો હતો. વર્ષ 2010માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભની રીલે સ્પર્ધા નડિયાદ ખાતે યોજાયી હતી. જેમાં આ 4 દોડવીરો એ વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અયાન શેખ, આયુષ ગુપ્તા, પ્રતીક સૂર્વે અને નેહાંગ રાઠવા આ ચારની ટિમ હતી. આ દોડવીરોએ 4/100 રિલેમાં ભાગ લીધો હતો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.

  આ પણ વાંચો- દમણના દરિયા કિનારે જતા સહેલાણીઓ સાવધાન, એક ભૂલ અને થશે મોટું નુકસાન

  ચારે વિજેતાઓએ આગામી સમયમાં નેશનલ લેવલેગુજરાત માટે ગોલ્ડ મેડલ લાવવાનો ધ્યેય નક્કી કર્યો છે

  આ સ્પર્ધામાં ગુજરાતના તમામ રાજ્યમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ તમામને પાછળ છોડી દઈને વડોદરાના દોડવીરોએ ગૌરવ અપાવ્યું. દોડવીરોનો ધ્યેય નક્કી જ હતો કે, ગોલ્ડ મેડલ લઈને જ વડોદરા પરત ફરીશું અને એ કરી પણ બતાવ્યું. આ ચારેય દોડવીરો છેલ્લા 6 વર્ષથી પ્રેક્ટિસ કરેછે. માંજલપુર, વાઘોડિયા અને એમ.એસ.યુનિવર્સીટીના મેદાનમાં પ્રેક્ટિસ કરતા હોય છે. દરરોજ સવાર - સાંજ 3 -3 કલાકની પ્રેક્ટિસ કરે છે.

  ખેલ મહાકુંભની રિલેની સ્પર્ધા માટે છેલ્લા 3 મહિનાથી તનતોડ મહેનત કરી, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. આવનારા સમયમાં નેશનલ રમવાની ઈચ્છા વ્યક્ત કરી અને એમાં ગુજરાત માટે ગોલ્ડ મેડલ લાવવાનો ધ્યેય નક્કી કર્યો છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Vadodara, Vadodara Top News, વડોદરા સમાચાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन