Home /News /madhya-gujarat /

વડોદરાઃઆ કોઇ કંપનીના બોસ નથી, બનાવટી ઇ-મેઇલથી ઇન્ટરવ્યુંમાં બોલાવી લાખો રૂપિયા પડાવે છે

વડોદરાઃઆ કોઇ કંપનીના બોસ નથી, બનાવટી ઇ-મેઇલથી ઇન્ટરવ્યુંમાં બોલાવી લાખો રૂપિયા પડાવે છે

વડોદરાઃનોકરીની શોધતા યુવકોને શિકાર બનાવી તેમની પાસેથી મોટી રકમ પડાવીને છેતરપીંડી કરતી ટોળકી વટોદરા ક્રાઇમ બ્રાંન્ચે ઝડપી પાડી છે. આ ટોળકી સામે રાજસ્થાનમાં ગુના નોધાયા છે.વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા હામીદઅલી પટેલે સાયબર ક્રાંઈમ બ્રાન્ચમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવી છેતરપીંડી કરતી ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વડોદરાઃનોકરીની શોધતા યુવકોને શિકાર બનાવી તેમની પાસેથી મોટી રકમ પડાવીને છેતરપીંડી કરતી ટોળકી વટોદરા ક્રાઇમ બ્રાંન્ચે ઝડપી પાડી છે. આ ટોળકી સામે રાજસ્થાનમાં ગુના નોધાયા છે.વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા હામીદઅલી પટેલે સાયબર ક્રાંઈમ બ્રાન્ચમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવી છેતરપીંડી કરતી ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા પોલીસે જયપુરના ડાયમંડ ટાવર પાસેથી ઠગ ટોળકીના ત્રણ સાગરીતો વિનોદકુમાર મહેન્દ્રસિંહ યાદવ, અન્નુકુમાર ઘાસીરામ યાદવ અને સિવરાજ મોહન મીણાની ધરપકડ કરી છે.પોલીસની સઘન પૂછપરછમાં ઠગ ટોળકીએ સમગ્ર છેતરપીંડીના મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.

ઠગ ટોળકીના સાગરીતો મારૂતી અને હોન્ડા કંપનીના સિમ્બોલનો ઉપયોગ કરી ખોટી વેબસાઈટ બનાવી બનાવટી ઈ-મેઈલથી નોકરીવાંચ્છુકોને નોકરી માટે ઈ-મેઈલ કરતા હતા.ત્યારબાદ નોકરીવાંચ્છુકોને ઈન્ટરવ્યુ માટે જયપુર બોલાવી ત્યાં તેમના ઓફિસમાં કે કારમાં ઈન્ટરવ્યુ લેવાનું નાટક કરતા હતા.જયાં નોકરીવાંચ્છુકો પાસેથી રૂપિયા પડાવી તેમને બનાવટી કંન્ફરમેશન લેટર મોકલી આપતા હતા.

પોલીસ તપાસમાં મહત્વની વાત બહાર આવી છે કે ઠગ ટોળકીએ વર્ષ 2013થી અત્યાર સુધી વિવિધ શહેરોમાંથી 100થી વધુ નોકરીવાંચ્છુકોને છેતરી લાખો રૂપિયા પડાવ્યા છે.ઠગ ટોળકીનો મુખ્ય સૂત્રધાર વિનોદકુમાર અને શિવરાજે માત્ર ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે જયારે અન્નુકુમારે બીબીએનો કોર્સ કર્યો છે.ખાસ વાત એ છે કે મુખ્ય સૂત્રધાર વિનોદકુમાર યાદવ સામે અગાઉ જયપુરના જાલુપુરા અને શ્યામનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ ચુકી છે.ઠગ ટોળકી પાસેથી પોલીસે લેપટોપ, મહત્વના દસ્તાવેજો, મોબાઈલ ફોન, બોગસ લેટર કબ્જે કર્યા છે.નોકરીવાંચ્છુકોનો વિશ્વાસ જીતવા ઠગ ટોળકીએ ફોન રિસીવ કરવા માટે બે છોકરીઓને પણ નોકરીએ રાખી હતી.

પોલીસે હાલ નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવતા ઠગ ટોળકીના ત્રણેય સાગરીતોના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.ઉપરાંત તેમને અન્ય બીજા કયાં કયાં લોકો સાથે છેતરપીંડી કરી છે તેમજ તેમના અન્ય કોઈ સાગરીતો છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.
First published:

Tags: ક્રાઇમ, છેતરપિંડી, દેશ વિદેશ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन