સુરતથી પાવાગઢ દર્શન માટે જઇ રહેલા ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 11 લોકોનાં મોત, 17 ઇજાગ્રસ્ત

સુરતથી પાવાગઢ દર્શન માટે જઇ રહેલા ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 11 લોકોનાં મોત, 17 ઇજાગ્રસ્ત
વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 3 વાગે ડમ્પર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. આ તમામ લોકો પાવાગઢ દર્શન માટે જઇ રહ્યાં હતાં.

વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 3 વાગે ડમ્પર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. આ તમામ લોકો પાવાગઢ દર્શન માટે જઇ રહ્યાં હતાં.

 • Share this:
  વડોદરા નેશનલ હાઇવે (Vadodara national Highway) ઉપર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. સુરતથી પાવાગઢ (Surat to Pavagadh) જતા આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે (Accident between Tempo and dumper) અકસ્માત થતા 11 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કપુરાઈથી અમદાવાદ તરફ જતા વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 3 વાગે ડમ્પર અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો. આ તમામ લોકો પાવાગઢ દર્શન (Pavagadh Darshan) માટે જઇ રહ્યાં હતાં.

  હાલ મળતી માહિતી પ્રમાણે, દર્ઘટનામાં 17 યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ છે જયારે 11 યાત્રીઓના કરૂણ મોત નીપજ્યા છે. જેમાં 2 બાળક , 5 મહિલા સહિત 11 લોકોનાં મોત નીપજ્યા છે.

  ઘટનાની ગંભીરતાને જોઇને એડિશ્નલ સીપી કલેકટર, સીડીએમ તથા SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ રંજન ઐયર પણ તાત્કાલિક ઘટનાસ્થળે હાજર થયા હતા.  વડોદરા જિલ્લા કલેક્ટરે કર્યું નિરીક્ષણ

  વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ પણ વહેલી સવારે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતથી પાવાગઢ જતી ટ્રકને આજે વહેલી સવારે વડોદરા પાસે અકસ્માત થયો છે. આમાં બધા જ લોકોને એસ.એસ.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  ફાયર બ્રિગેડ દ્વારા આ ટેમ્પોમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

  સીએમ રૂપાણીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું

  આ ગોજારી દૂર્ઘટના બાદ સીએમ રૂપાણીએ પણ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.  અમદાવાદમાં દિવાળી વાઇબ્સ! રોફ જમાવવા સાળા-ભાણીયાને બંદૂક બતાવી, વીડિયો વાયરલ થતા થઇ અટકાયત

  પીએમ મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું  સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં 4 લોકોનાં મોત

  સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે મોડી રાત્રે કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 1ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માત લખતર હાઈવે પર થયો હતો. કારમાં 5 લોકો સવાર હતા. ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબૂ ઘુમાવતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. દુર્ઘટના બાદ લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:November 18, 2020, 08:39 am

  ટૉપ ન્યૂઝ