Home /News /madhya-gujarat /

Vadodara Weather: શહેરનું તાપમાન 9 ડિગ્રીએ યથાવત, ભરબપોરે પણ ધ્રૂજાવી દે તેવી ઠંડીનો ચમકારો 

Vadodara Weather: શહેરનું તાપમાન 9 ડિગ્રીએ યથાવત, ભરબપોરે પણ ધ્રૂજાવી દે તેવી ઠંડીનો ચમકારો 

ભરબપોરે પણ ધ્રૂજાવી દે તેવી ઠંડીનો ચમકારો શહેરીજનો અનુભવી રહ્યા છે.

વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઠંડીએ ભારે જમાવટ કરી દીધી છે. કોલ્ડવેવમાં થીજવતી ઠંડીમાં શહેરીજનો ઠુંઠવાયા. ઠંડા પવનની 

    વડોદરા: શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઠંડીએ ભારે જમાવટ કરી દીધી છે. કોલ્ડવેવમાં થીજવતી ઠંડીમાં શહેરીજનો ઠુંઠવાયા. ઠંડા પવનની ગતિ વધતા લોકો નાછૂટકે ઘરમાં રહેવા મજબૂર થયા છે. વડોદરા શહેરમાં મંગળવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો 9 ડિગ્રી રહ્યો હતો. જેને પગલે લોકોને ગરમ વસ્ત્રો તથા તાપણા સહારે દિવસ પસાર કરવો પડ્યો હતો.

    હજુ બે-ત્રણ દિવસ આવી જ ઠંડી પડશે તેવી પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવેલ છે. ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાને પગલે શહેર જિલ્લામાં ઠંડી પગ જમાવી લીધા છે. 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બર્ફિલા પવનો ફૂંકાતા મંગળવારે ઠંડીનો પારો 9 ડિગ્રી નોંધાયો હતો. સતત ત્રણ દિવસથી ઠંડીનું જોર પકડતા વડોદરા શહેર ગોઠવાયું છે. ભરબપોરે પણ ધ્રૂજાવી દે તેવી ઠંડીનો ચમકારો શહેરીજનો અનુભવી રહ્યા છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં હજુ આગામી ત્રણ દિવસ રહેશે શિત લહેર, કચ્છમાં આગામી બે દિવસ 'યલો એલર્ટ'

    ગઇકાલે મંગળવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 23 ડિગ્રી રહ્યો હતો. જેમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 74 ટકા અને સાંજે 39 ટકા રહ્યું હતું. જ્યારે હવાનું દબાણ 1014.4 મિલિબાર્સ નોંધાયું હતું. આજરોજ બુધવારે વડોદરા શહેરનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની સંભાવના રહેલી છે. ગઈકાલે તો લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં રહ્યો હતો. આજ સવારથી શહેરીજનો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને ઠંડા પવનો ફૂંકાય રહ્યા છે. જેના કારણે પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો: વલસાડમાં દારૂની બિન્દાસ હેરાફેરી? ઝોમેટાના ડિલીવરી બોયની સતર્કતાથી બે ઝડપાયા, Video

    તાપમાનનો પારો ગગડતાં ગરમ વસ્ત્રો અને તાપણાના સહારે શહેરીજનો બેઠા છે. બીજી તરફ ઠંડીના કારણે ઘરે-ઘરે શરદી-ખાંસી અને સામાન્ય તાવના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ વડોદરા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં થીજવી દે એવી ઠંડી પડવાની આગાહી પણ કરવામાં આવેલ છે. 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન રહેશે. એટલે કે આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પણ કડકડતી ઠંડીનો અનુભવ કરવા મળશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Vadodara, વડોદરા શહેર, હવામાન

    આગામી સમાચાર