Home /News /madhya-gujarat /Vadodara: આ શિક્ષકે સાયકલ પર બનાવી નાખ્યા ત્રણ રેકોર્ડ; વાધોને બચાવવા જોડાયેલા છે આ અભિયાનમાં

Vadodara: આ શિક્ષકે સાયકલ પર બનાવી નાખ્યા ત્રણ રેકોર્ડ; વાધોને બચાવવા જોડાયેલા છે આ અભિયાનમાં

સાયકલ

સાયકલ પર એક વ્યાયામ શિક્ષકે ત્રણ ત્રણ રેકોર્ડ બનાવ્યા 

ભારતમાં 50 વર્ષથી વધુ વય જૂથમાં સાયકલિસ્ટની લિસ્ટમાં તેમના નામે ત્રણ ત્રણ રેકોર્ડ છે. એક સાયકલિસ્ટ તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા તેમજ જેકી બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે.

  Nidhi Dave, Vadodara: બાળપણમાં જ્યારે સ્કૂલે જતા ત્યારે એક કવિતા હંમેશા સાંભળતા કે,"સાયકલ મારી સરરર.જાય સાયકલ મારી સરરર..જાય, ડોશીમાં ડોશીમાં આઘા ખસો નહીં તો પડી જશો.\" તો આજે એ જ સાયકલ પર એક વ્યાયામ શિક્ષકે ત્રણ ત્રણ રેકોર્ડ બનાવ્યા છે. અને હજી તો આગળ રેકોર્ડ બનાવાનો સિલસિલો ચાલી રહ્યો છે.

  વડોદરાના શિક્ષક સુનિલ ભાઈએ સાયકલ પર ત્રણ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.179 દિવસ દરરોજ 50 કિલોમીટર સાયકલિંગ કરીઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.મૂળ કપડવંજના વતની અને હાલમાં વડોદરા સ્થાયી થયેલ સુનિલ બી. પટેલે દરેક વડોદરાવાસીઓને ગૌરવ અપાવે એવું કાર્ય કર્યું છે. હાલમાં ભારતમાં 50 વર્ષથી વધુ વય જૂથમાં સાયકલિસ્ટની લિસ્ટમાં તેમના નામે ત્રણ ત્રણ રેકોર્ડ છે. એક સાયકલિસ્ટ તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા તેમજ જેકી બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કરી ચુક્યા છે.  સર્વ પ્રથમ વાત કરીએ તો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં 179 દિવસ દરરોજ 50 કિલોમીટર સાયકલિંગ. બીજો રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં દરરોજ 50 કિલોમીટર સાયકલિંગ કરીને 229 દિવસ સુધી સાયકલિંગ દ્વારા 12926 કિલોમીટર પૂરા કર્યા. ત્રીજો રેકોર્ડ છે જેકી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેમાં 50 કિલોમીટર 214 દિવસ, 100 કિલોમીટર 5 દિવસ અને 30/40 કિલોમીટર 29 દિવસ સાયકલ રાઇટ કરીને રેકોર્ડ બનાવ્યો છે.  1લી જાન્યુઆરીથી લઈ અત્યાર સુધી સુનિલભાઈ એ 15000 કિલોમીટર પૂર્ણ કરી ચુક્યા છે. દરરોજના 50 કિલોમીટર તેઓ સાયકલિંગ કરી રહ્યા છે. સુનિલભાઈને બાળપણથી જ અભ્યાસની સાથે સાથે શારીરિક પ્રવૃત્તિઓ, રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા, એડવેન્ચર એક્ટિવિટી કરવી એમાં ખૂબ રસ હતો.આગળ જતાં સ્વરક્ષણ માટે કરાટેની કઠોર તાલીમ લીધી. તેઓ રાષ્ટ્રીય સ્તરના ખેલાડી રહી ચૂક્યા છે. તેઓ કપડવંજમાં શ્રી માણેકલાલ દેસાઈ કિશોર મંદિર તેમજ એ.સી. શારદા મંદિરમાં વિદ્યાર્થીઓને સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ આપતા. આ ઉપરાંત તેઓ કપડવંજમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા.  હાલમાં સુનિલભાઈ આનંદ વિદ્યા વિહાર સ્કુલ, વડોદરા ખાતે વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓના પિતા બચુભાઈ પટેલ ખુબ સારા સેવાનિષ્ઠ, સમાજસેવક હતા અને સેવાની ભાવના, પરોપકારના ગુણ સુનિલભાઈને વારસામાં મળ્યા છે. તેથી જ તેઓ વડોદરામાં સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ઉનાળાના વેકેશનમાં ઘરે ઘરે જઈને જુના પગરખા ઉઘરાવી ગરમીમાં તપતા, મજૂરી કરતા ગરીબ લોકોને તે પગરખા પહેરાવતા, બ્લડ ડોનેશન કેમ્પ, યુવાનોમાં વ્યસન મુક્તિ અભિયાન, સ્વચ્છ ભારત માટે સ્વચ્છતા અભિયાન, વૃક્ષા રોપણ કાર્યક્રમ, પર્યાવરણ માટે જાગૃતિ અભિયાન, વાઘ બચાવો અભિયાન, જંગલ બચાવો અભિયાન વગેરે જેવી સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ સમાજની અને દેશની સેવા કરતા રહ્યા છે.

  આ પણ વાંચો:  મન હોય તો માડવે જવાય; કિરણભાઈ પ્રજ્ઞાચક્ષુ હોવા છતા વાહનોના સીટ કવર લગાવે છે સડસડાટ; જૂઓ વીડિયો

  આ બધાની સાથે સાથે પોતાની શિક્ષક તરીકેની ફરજ ચુકતા નહીં અને આનંદ વિદ્યા વિહારના ખેલાડીઓને ખૂબ સારી રીતે તૈયાર કરતા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ખેલકૂદમાં સારા એવા ખેલાડીઓ વિજેતા થતા રહ્યા છે. આ માટે પણ તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો \"ગ્લોબલ ટીચર એવોર્ડ\" એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં શાળાના 30 થી 40 વિદ્યાર્થીઓ સુનિલભાઈ સાથે સાયકલિંગમાં જોડાયેલા છે.\"હમ ફીટ તો ઇન્ડિયા ફીટ\" ના સૂત્રને ધ્યાનમાં રાખીને કોરોનાકાળ પછી સ્વાસ્થ્યની જાળવણી માટે એકવાર જો સાઈકલના પેડલ માર્યા, તો પછી તે ચાલતા જ ગયા અને પર્યાવરણ બચાવવાનો ધ્યાન પણ સાથે સાથે પૂર્ણ થયો છે.

  આ ઉપરાંત સુનિલભાઈમાં એક વિશેષ ક્વોલિટી છે. તે છે, વાઘને ઓળખવાની. તેઓ વાઘ બચાવ અભિયાનમાં જંગલીઝ ગ્રુપ ઓફ ગુજરાત, ગાંધીનગર સાથે જોડાઈને રણથંભોર, સરિસ્કા અને બાંધવધઢમાં અનેક વખત કામ કરી ચૂક્યા છે, અને કરી રહ્યા છે. તેઓને વાઘ વિશે ખૂબ સારી જાણકારી છે.અહીં સુનિલ પટેલની સાયકલની આ સફર હજુ ચાલુ છે અને આવનાર સમયમાં વિશ્વ પ્રવાસ કરે કે ન કરે પણ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જરૂર સામેલ થશે.
  First published:

  Tags: Award, Cycling, India Sports, National Award, Vadodara

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन