Home /News /madhya-gujarat /રામનવમીની ઘટના બાદ તંત્ર એલર્ટ, વડોદરા પોલીસ હનુમાન જયંતિએ સર્વેલન્સ વધારશે
રામનવમીની ઘટના બાદ તંત્ર એલર્ટ, વડોદરા પોલીસ હનુમાન જયંતિએ સર્વેલન્સ વધારશે
સર્વેલન્સમાં વધારો કરાશે
Vadodara Police to increase surveillance: રામનવમીની ઘટના બાદ હવે વડોદરામાં સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે હનુમાન જયંતિ સહિતના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને લઇ પોલીસ ખૂબ તકેદારી રાખવામાં આવી રહી છે. હનુમાન જયંતિને લઇ વડોદરા પોલીસ સર્વેલન્સ વધારશે.
વડોદરા: શહેરના ફતેપુરા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટનાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. રામનવમીની ઘટના બાદ હવે વડોદરામાં સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે હનુમાન જયંતિ સહિતના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેને લઇ પોલીસ ખૂબ તકેદારી રાખવામાં આવી રહી છે. હનુમાન જયંતિને લઇ વડોદરા પોલીસ સર્વેલન્સ વધારશે. જેથી રામનવમીના દિવસે બનેલી ઘટના જેવી કોઈ અનિચ્છનિય ઘટના ના બને.
વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો
રામનવમીના તહેવારમાં ફતેપુરા વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રામાં કેટલાક અસમાજિક તત્વો દ્વારા વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની સતર્કતાના કારણે સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે. આ ઘટનાને પોલીસ વિભાગ જ નહિ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગંભરતાપૂર્વક લીધી છે. તેમણે મોડીરાત્રે ડીજીપી સાથે વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સહિત અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી. આ સાથે સાથે ગૃહમંત્રીએ આ મામલે રિપોર્ટ પણ માંગ્યો હતો.
વડોદરા એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાએ જણાવ્યું કે વડોદરામા શાંતિ બની રહે અને કોઈ વાતાવરણ ડહોળાય નહિ તે માટે પગલાં લેવાના આદેશ આપ્યા છે. જેથી શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક કરી લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. આ ઘટનામાં 300થી વધુ સીસીટીવી કેમેરા સરવેલનસ કરી તપાસ કરવામાં આવી છે. જે પકડાયેલા આરોપીઓ છે તેમના રિમાન્ડ મેળવવામાં આવશે. આ ઉપરાંત એવી પણ વિગત સામે આવી છે કે વડોદરાના જે વિસ્તાર સંવેદનસિલ છે ત્યા આગામી ૧૫ દિવસ સુધિ બંદોબસ્ત રહેશે.
ફતેહપુરા અને આસપાસના વિસ્તારમા એસઆરપી ચેકપોઈન્ટ મુકાશે. હથિયારી હોમગાર્ડના જવાનના પણ પોઈન્ટ મુકાશે. હનુમાન જયંતિને દિવસે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવશે. તેમજ સીસીટીવી સરવેલન્સ પણ સઘન કરવામાં આવશે. મહત્વનું છે કે, પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા ફતેપુરાના કેટલાક વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરાયું હતું. ઘટનામાં સંડોવાયેલા તત્વોને પકડ્યા હતા. હજુ પણ કેટલાક લોકોના પોલીસને નામ મળ્યા છે. જેથી જે લોકો ઘટનામાં સંડોવયેલા હોય તેમને નહિ છોડવા પોલીસે આદેશ કર્યો છે. જોકે સાથે પોલીસ અધિકારીઓ દ્વારા અફવાઓથી દુર રહેવાની લોકોને અપીલ કરી છે.