Home /News /madhya-gujarat /વડોદરામાં 'બબીતાજી' નવરાત્રીના રંગમાં રંગાયા, ખેલૈયાઓએ જોવા કરી પડાપડી

વડોદરામાં 'બબીતાજી' નવરાત્રીના રંગમાં રંગાયા, ખેલૈયાઓએ જોવા કરી પડાપડી

વડોદરામાં બબીતાજી

મુનમુન દત્તાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લા 15 વર્ષથી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાજીનો રોલ કરી રહી છે. બબીતાજીના રોલમાં મુનમુન દત્તાને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે.

    વડોદરા : રાજ્યભરમાં નવલી નવરાત્રીનો જોમ છવાયો છે. ખેલૈયાઓ આ વખતે મન મુકીને ગરબે રમી રહ્યા છે. ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલ ફેમ બબિતાજી ઉર્ફે મુનમુન દત્તા વડોદરાની મહેમાન બની હતી. શુક્રવારની રાતે મુનમુન દત્તાએ વડોદરાના ગરબા માણ્યા હતા. આ પહેલાની રાતે એટલે ગુરુવારની નવરાત્રીએ મુનમુન દત્તાએ જામનગરના ગરબા માણ્યા હતા.

    બબીતાજીની સુંદરતાએ કર્યા કાયલ


    ટીવી સ્ટાર મુનમુન દત્તા શુક્રવારે કારેલીબાગ નવશક્તિ ગરબા મહોત્સવની મહેમાન બની હતી. જ્યાં તેને જોઇને ખેલૈયાઓ અભિભૂત થઇ ગયા હતા. લોકોએ મુનમુન દત્તાની ઝલક પોતાના કેમેરામાં પણ કેદ કરી લીધી હતી. ગરબા ગ્રાઉન્ડમાં તેને જોવા માટે પડાપડી થઇ હતી. તેની સુંદરતાએ લોકોને કાયલ બનાવી દીધા હતા.


    જામનગરની પણ બની હતી મહેમાન


    જામનગરમાં યોજાયેલી એક ઈવેન્ટમાં પણ મુનમુન દત્તાએ પોતાના હુસ્નનો જલવો પાથર્યો હતો. તેણે સ્ટેજ પર 'ગોરી રાધાને કાળો કાન' ગીત પર ગરબા કર્યા હતા. બબીતાની એક ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી. તેઓ મોબાઈલમાં મુનમુનના વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા. મુનમુન લાઈટ બ્લૂ રંગના શરારા સેટમાં જોવા મળી હતી.



    મુનમુન દત્તાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લા 15 વર્ષથી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાજીનો રોલ કરી રહી છે. બબીતાજીના રોલમાં મુનમુન દત્તાને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. જેઠાલાલ સાથેની બબીતાજીની મિત્રતા અને કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવે છે.



    થોડા સમય પહેલા જ જેઠાલાલનો રોલ કરતાં અભિનેતા દિલીપ જોષીએ કહ્યું હતું કે, તેઓ પ્રયત્ન કરે છે કે બબીતા અને જેઠાલાલ વચ્ચેની નિર્દોષ મિત્રતા સ્ક્રીન પર વલ્ગર ના લાગે. તમને જાણીને નવાઈ લાગશે કે, મુનમુન દત્તા અને દિલીપ જોષી અગાઉ પણ સાથે કામ કરી ચૂક્યા છે. તેઓ 'હમ સબ બારાતી'માં સાથે જોવા મળ્યા હતા.








    View this post on Instagram






    A post shared by ‍♀️ (@mmoonstar)






    મુનમુન દત્તા પોતાના સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી હોય છે.



    તે પોતાના વીડિયો અને તસવીરો ફેન્સ માટે શેર કરે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Navratri 2022, ગુજરાત, નવરાત્રી, વડોદરા સમાચાર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन