વડોદરાઃ સ્વિગીનો ડિલિવરી બોય બિયરના ટીનની હેરાફેરી કરતા ઝડપાયો

News18 Gujarati
Updated: August 18, 2019, 9:00 PM IST
વડોદરાઃ સ્વિગીનો ડિલિવરી બોય બિયરના ટીનની હેરાફેરી કરતા ઝડપાયો
સ્વિગીનો ડિલિવરી બોયની તસવીર

સ્વિગીના ડિલિવરી બોયની લક્ષ્મીપુરા પોલીસે અટકાયત કરી છે. પોલીસે બીયરની ટીન સહિત રૂ.49,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

  • Share this:
ફરિદ ખાન, વડોદરાઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં અલગ અલગ રીતે દારૂની હેરફેર કરવા માટે નવા નવા કીમિયાઓનો ઉપયોગ થાય છે. વડોદરામાં ફૂડ ડિલિવરી બોય દારૂની હેરાફેર કરતો ઝડપાયો હતો.

સ્વિગીનો ડિલિવરી બોય દારૂની હેરાફેરી કરતો હતો. સ્વિગીના ડિલિવરી બોયની લક્ષ્મીપુરા પોલીસે અટકાયત કરી છે. પોલીસે બીયરની ટીન સહિત રૂ.49,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના એસ.એસ.આઇ કાર્તિકસિંહને બાતમી મળી હતી કે, સ્વિગીનો ડિલિવરી બોય તેની બેગમાં બીયરના જથ્થા સાથે ગોત્રી રોડ પરથી પસાર થવાનો છે. તેના આધારે લક્ષ્મીપુરા પોલીસે ગોત્રી રોડ પર આવેલા નંદીશ કોમ્પલેક્ષ પાસે વોચ ગોઠવી હતી.

ત્યાંથી બાઇક પર પસાર થઇ રહેલા સ્વિગીના ડિલિવરી બોયને રોક્યો હતો. અને તેની બેગ ખોલીને તપાસ કરી હતી. જોમાં ડિલિવરી બોયની બેગમાંથી પોલીસને બિયરના 6 ટીન મળી આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને બીયરના ટીન, મોબાઇલ અને બાઇક સહિતનો 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

 
First published: August 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...