Home /News /madhya-gujarat /સ્વીટી પટેલ કેસમાં પોલીસને મળી મહત્ત્વની કડી? કરજણ PI મેહુલ પટેલ અને એક રાજકીય અગ્રણીની પૂછપરછ

સ્વીટી પટેલ કેસમાં પોલીસને મળી મહત્ત્વની કડી? કરજણ PI મેહુલ પટેલ અને એક રાજકીય અગ્રણીની પૂછપરછ

Sweety Patel Murder case : સ્વીટી પટેલની હત્યા કેસમાં મોટો ખુલાસો, હત્યારા પતિ અજયનો SDS અને પોલિગ્રાફ ટેસ્ટ પોઝિટિવ, ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગ્યા પુરાવા

Sweety Patel missing case: સ્વીટી પટેલ ગુમ થવા મામલે DySP કલ્પેશ સોલંકીએ તપાસ અને પૂછપરછનો દોર આગળ ચલાવ્યો છે. આ મામલે કરજણ પી.આઈ. મેહુલ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી છે.

વડોદરા: વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ (SOG PI Ajay Desai)ના પત્ની સ્વીટી પટેલ ગુમ (Sweety Patel missing case) થવા મામલે પોલીસ તમામ કડીઓ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસમાં વડોદરા SOGના પીઆઇ અજય દેસાઈ (Ajay Desai)નો પોલીગ્રાફ ટેસ્ટ પૂર્ણ થયો છે. હવે તેમનો નાર્કો અને ડીએનએ ટેસ્ટ કરવામાં આવનાર છે. બીજી તરફ આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસ ટીમે કરજણના પી.આઈ. મેહુલ પટેલ (Karjan PI Mehul Patel) અને એક સ્થાનિક રાજકારણીની પૂછપરછ કરી છે. સૂત્રોનું માનીએ તો પોલીસને ચોક્કસ કડીઓ મળ્યાં બાદ આ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સ્વીટી પટેલ ગુમ થવા મામલે DySP કલ્પેશ સોલંકીએ તપાસ અને પૂછપરછનો દોર આગળ ચલાવ્યો છે. આ મામલે કરજણ પી.આઈ. મેહુલ પટેલની પણ પૂછપરછ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે દહેજના વાગરા નજીકથી એક મકાનમાંથી શંકાસ્પદ હાડકાં મળ્યાં હતાં. આ જગ્યાની બાજુમાં આ રાજકીય અગ્રણીના મિત્રનું ફાર્મ હાઉસ આવેલું છે. બીજી તરફ આ રાજકીય નેતાઓ તેમની પૂછપરછ કરવામાં આવી હોવાનો ઇન્કાર કર્યો છે. નેતાઓ દાવો કર્યો છે કે તેઓ મિત્રના કામ અર્થે કરજણ પોલીસ સ્ટેશન ગયા હતા. સૂત્રોની માનીએ તો સ્વીટી પટેલ ગુમ થવા મામલે પોલીસને મહત્ત્વની કડી મળ્યા બાદ આ પૂછપરછ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: પેટલાદ: શિક્ષિકા પત્નીના આપઘાતના પાંચ દિવસ બાદ પતિનો પણ ડિપ્રેશનમાં આવી આપઘાત

શું છે આખો બનાવ?

વડોદરાના કરજણની પ્રાયોશા સોશિયટી ખાતે રહેતા સ્વીટી પટેલ પાંચમી જૂનથી ગુમ થઈ ગયા છે. પાંચમી જૂનના રોજ રાત્રે 1 વાગ્યાથી સવારે આઠ વાગ્યા દરમિયાન સ્વીટી પટેલ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સ્વીટી પટેલ વડોદરા જિલ્લામાં સ્પેશિયલ ઑપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અજય દેસાઇના પત્ની છે. હાલ આ મામલે પોલીસ વિવિધ ટીમો બનાવી સ્વીટી પટેલની શોધખોળ કરી રહી છે. સ્વીટી પટેલને શોધવા માટે પોલીસ રેલવે ડિપાર્ટમેન્ટની પણ મદદ લીધી છે. આ દરમિયાન દેશના વિવિધ શહેરોમાં સ્વીટી પટેલ દેખાઈ હોવાના દાવા કરવામાં આવ્યા છે. જોકે, તમામ દાવાઓ ખોટો નીકળ્યા છે. પોલીસ તરફથી રાજ્યના વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલી બિનવારસી લાશોની વિગતો પણ મેળવવામાં આવી છે.

આ પણ વાંચો: 'માય લવ જય, હું તમારા બધાની સૌથી મોટી ગુનેગાર છું, લવ યુ સો મચ, મારા બાળકોને સાચવજો'

હાડકાં મળ્યાં

થોડા દિવસ પહેલા પોલીસની તપાસ ટીમને દહેજના અટાલી ગામ ખાતેથી કેટલાંક હાડકાં મળ્યા હતા. આ હાડકાં માનવ શરીરના હોવાથી તેને તપાસ માટે સુરત એફએસએલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઇનું મોબાઇલ લોકેશન પણ આ ગામ ખાતે મળી આવ્યું હતું. આથી પોલીસને હાડકાં મળવા અને અજય દેસાઇનું લોકોશન આ જ ગામમાં મળ્યું હોવા અંગે કોઈ કડી મળી રહી હોવાનું લાગી રહ્યું છે. જોકે, એફએસએલ રિપોર્ટ બાદ જ માલુમ પડશે કે હાડકાં સ્વીટી પટેલના છે કે નહીં.

આ પણ વાંચો: કેટલા રૂપિયાનું અને કેવું વીમા કવચ લેવું જોઈએ? રકમ નક્કી કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી?- જાણો તમામ 

બે વર્ષના બાળકને છોડીને ગુમ

સ્વીટી પટેલ કરજણમાંથી રહસ્યમય સંજોગોમાં એક મહિના પહેલાથી ગુમ થઇ ગયા છે. 37 વર્ષનાં સ્વીટીબેન મહેન્દ્રભાઇ પટેલ કરજણમાં આવેલા તેમના ઘરેથી જ ગુમ થયા છે. આ અંગે સ્વીટીબેનનાં ભાઇની ફરિયાદ બાદ પોલીસ શોધખોળ શરૂ કરી છે. સ્વીટી પટેલ અને અજય દેસાઈને એક બે વર્ષનું બાળક પણ છે. સ્વીટી પટેલ પોતાનો મોબાઇલ ફોન પણ ઘરે મૂકીને ગુમ થયા છે.

આ પણ વાંચો: હોમ લોન લેવા માંગતા લોકો માટે ખાસ સમાચાર: આ બેંકો આપી રહી છે 7%થી ઓછા દરે હોમ લોન

ભાઈએ ફરિયાદ નોંધાવી

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામમાંનાં જયદીપ મહેન્દ્રભાઇ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મારી બહેન સ્વીટી કરજણ નવા બજાર વિસ્તારમાં ભક્તિનગર ત્રણ રસ્તા પાસે પ્રયોશા સોસાયટીમાં રહે છે. તેઓ તા.6 જૂનના રોજ રાત્રે એક વાગ્યાથી સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં પોતાનો ફોન અને બે વર્ષના પુત્ર અંશને મૂકીને કોઇને કહ્યા વગર જતા રહ્યા છે.


" isDesktop="true" id="1114731" >


દીકરાએ માતાને શોધવા શરૂ કર્યું કેમ્પેઇન

સ્વીટી પટેલનાં પૂર્વ પતિથી તેમને એક 17 વર્ષનો દીકરો રિધમ પંડ્યા (Ridham Pandya) છે, તેવી બાબત પણ સપાટી પર આવી છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા રિધમે પોતાની મમ્મી ગુમ થતાં સોશિયલ મીડિયામાં એક કેમ્પેઇન પણ શરૂ કર્યું છે. રિધમે લખ્યું છે કે, 'મારી મમ્મી મને અને નાના ભાઇને છોડીને ક્યાંય ન જાય. મને ડર છે કે, મારી મમ્મી સાથે કદાચ કંઇક ખોટું તો નહીં થયું હોય ને. પ્લીઝ હેલ્પ.'
First published:

Tags: Sweety Patel, Vadodara, પીઆઇ, વડોદરા પોલીસ