સ્વસ્થવૃત્ત હેલ્થ સોલ્યુશનસનું મંત્રી દ્વારા પ્રોત્સાહન સ્વરૂપ અભિવાદન કરાયું.
વડોદરાનું DIPP માન્યતા પ્રાપ્ત Startup, સ્વસ્થવૃત્ત હેલ્થ સોલ્યુશનસ જે આયુર્વેદના ક્ષેત્રે કાર્યરત છે અને તેના બંને કો-ફોઉંડેરા'સ જિનેન્દ્રદત્ત શર્મા અને ચિન્મય કપરુઆનને અમદાવાદ ખાતે નીતિ અયોગ્ય હેઠળનું પ્રસિદ્ધ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા આયોજીત મહેંદ્રભાઈ મુંજપ?
Nidhi Dave, Vadodara: વડોદરાનું DIPP માન્યતા પ્રાપ્ત Startup, સ્વસ્થવૃત્ત હેલ્થ સોલ્યુશનસ જે આયુર્વેદના ક્ષેત્રે કાર્યરત છે અને તેના બંને કો-ફોઉંડરો' જિનેન્દ્રદત્ત શર્મા અને ચિન્મય કપરુઆનને અમદાવાદ ખાતે નીતિ અયોગ્ય હેઠળનું પ્રસિદ્ધ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા આયોજીત મહેંદ્રભાઈ મુંજપરા, મંત્રી આયુષ વિભાગની ઉપસ્થિતિમાં એક્ઝિબિશન એન્ડ ઇન્ટરેક્શન કરાવવામાં આવ્યું હતું.
મંત્રીએ આયુષના 18 જેટલા Startups ના આઇડિયા સમજ્યા અને વિશેષ કરી સ્વસ્થવૃત્ત હેલ્થ સોલ્યુશનસની Youngest Startup તરીકે પણ પ્રસંશા કરી અને તેમના પ્રોડક્ટ જેવા કે CLOUD9 બાથ સોલ્ટ, એરોમાથેરાપી કેન્ડલ્સ તેમજ YOGON અમલા લાડડૂ તેમને ખૂબ પસંદ આવ્યા. તથા ઘણી બધી આર્યુવેદીક વસ્તુઓ બનાવી છે, જે સંપૂર્ણ પણે શુદ્ધ વનસ્પતિમાંથી બનાવવામાં આવી છે.
સ્વસ્થવૃત્ત હેલ્થ સોલ્યુશનસનું મંત્રી દ્વારા પ્રોત્સાહન સ્વરૂપ અભિવાદન પણ કરવામાં આવ્યું અને વિશેષમાં મંત્રી દ્વારા તેમની ઉદારતા અને Young Entrepreneurs પ્રત્યે લાગણી સ્વરૂપે સ્વસ્થવૃત્ત હેલ્થ સોલ્યુશનસનું YOUNGEST STARTUP તરીકે એમના પોતાના મોમેન્ટો વડે પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.
જે બદલ સ્વસ્થવૃત્ત હેલ્થ સોલ્યુશનસના બંને કો-ફોઉંડર્સ જિનેન્દ્રદત્ત શર્મા અને ચિન્મય કપરુઆન તેમનું ખૂબ જ ધન્યવાદ કરે છે અને વિશેષ સમ્માન બદલ વચન આપે છે કે તેઓ આયુષને વિશ્વ સ્તરે ખ્યાતિ અપાવવા પ્રયત્નશીલ રહેશે. આ સાથે આ સમ્માન બદલ સ્વસ્થવૃત્ત હેલ્થ સોલ્યુશનસ તેમના બિઝિનેસ મેન્ટોર્સનું પણ ખૂબ આભાર પ્રકટ કરે છે.
આ બન્ને યુવાનોએ પોતાને મળતી પોકેટ મનીમાંથી રૂ. 15 હજારની બચાવી આ કંપની રજીસ્ટર કરી અને ત્યાર બાદ 45 હજાર જેટલું પ્રોડક્ટ બનાવવા માટે વસ્તુઓ લાવ્યા. આ કંપની જે નફો કરે છે, તે ફરી મૂડી તરીકે કંપનીમાં જ રોકવામાં આવે છે.
હાલની પ્રોડક્ટ રેન્જને ભવિષ્યમાં વધારવાની પણ યોજના છે. હાલમાં ફોર્મ્યુલા આપી અન્ય યુનિટ પાસે જોબવર્ક કરાવવામાં આવે છે. કેટલાક ઉત્પાદનોના વેચાણ માટે અન્ય કંપનીઓ સાથે કોલોબ્રેશન કરવામાં આવ્યું છે. વળી, પ્રોડક્ટને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સર્ટિફિકેટ મળ્યું છે.