Home /News /madhya-gujarat /

Vadodara: સ્વામિનારાયણ મંદિરે ભક્તોએ કરી અદ્વિતીય ભક્તિ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

Vadodara: સ્વામિનારાયણ મંદિરે ભક્તોએ કરી અદ્વિતીય ભક્તિ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

ભગવાનને

ભગવાનને 3,33,333 વાઘા અને મહામંત્રની ધુને રેકોર્ડ સર્જ્યો...

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણના કારેલીબાગ ખાતેના મંદિરમાં શ્રીઠાકોરજીને મહામંત્ર લખેલા 3,33,333 વાઘા ધરાવવામાં આવ્યા હતા. જેના દર્શનાર્થે સત્સંગીઓ કોવિડ -19 ના પ્રોટોકોલ મુજબ આવ્યા હતા. 

    વડોદરા: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણના (Swaminarayan) કારેલીબાગ ખાતેના મંદિરમાં શ્રીઠાકોરજીને મહામંત્ર લખેલા 3,33,333 વાઘા ધરાવવામાં આવ્યા હતા. જેના દર્શનાર્થે સત્સંગીઓ કોવિડ -19 ના પ્રોટોકોલ (Covid-19 Protocol) મુજબ આવ્યા હતા. આ અંગે ઘનશ્યામજીવનદાસ સ્વામી અને કોઠારી મંગલસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે, સદગુરુ જ્ઞાનજીવનદાસ સ્વામીજીની પ્રેરણાથી તા. 30 મી ડિસેમ્બરે શ્રીસ્વામિનારાયણ મહામંત્રની 220મી જયંતિએ 60990 સત્સંગીઓએ 64 મિનિટ મહામંત્રના મંત્રોચ્ચાર સતત જારી રાખી અદ્વિતીય ભક્તિ દર્શાવી હતી.

    આ પણ વાંચો: Dhandhuka Murder: કિશન પર ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીઓની તસવીર આવી સામે

    જેને અનુલક્ષીને એશિયા બુક રેકોર્ડ (Aisa Book of Record) અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં (India Book of Record) સ્થાન મળ્યું છે. જ્યારે, કાંતિભાઇ અંબાલાલ પટેલ, પંકજભાઇ પટેલ, આઇ.એમ. પટેલ અને ઠક્કર નિલેશભાઇએ કહ્યું હતું કે, શ્રીસ્વામીનારાયણ ભગવાનના બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજ માટે ભક્તોએ સ્વહસ્તે 3,33,333 મહામંત્ર લખ્યા હતા. 30 ભક્તોએ પાંચ દિવસ મહેનત કરી શ્રીઠાકોરજીનો શણગાર તૈયાર કર્યો હતો. જેને પણ બંન્ને રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થતા શ્રીસ્વામિનારાયણ ભગવાનનો સર્વ જીવ હિતાયના સંદેશની સુવાસ વધુ વ્યાપી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર