Home /News /madhya-gujarat /વડોદરા: ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું શંકાસ્પદ મોત, વીડિયોમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

વડોદરા: ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું શંકાસ્પદ મોત, વીડિયોમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

ન્યૂ સમા રોડ પર રાધાકૃષ્ણ ફ્લેટમાં એક યુવકનું મોત રહસ્યમય સંજોગોમાં થયું હતું

વીડિયોમાં તેણે પોતે જાતે ઓવરડોઝ લીધો હોવાની કબૂલાત કરી છે. યુવક પાસે વીડિયો કોણે બનાવ્યો તે મોટો સવાલ છે.

વડોદરા : શહેરના (Vadodara) ન્યૂ સમા રોડ પર રાધાકૃષ્ણ ફ્લેટમાં એક યુવકનું મોત રહસ્યમય સંજોગોમાં થયું હતું. હવે મામલે ચોંકાવનારી વાત સામે આવી રહી છે. હવે ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું શંકાસ્પદ મોત (Death under mysterious circumstances) મામલે વીડિયો સામે આવ્યો છે. મોત પહેલાના વાયરલ થયેલા વીડિયો (Viral Video)માં યુવકે જાતે ડ્રગ્સ લીધુ હોવાની વાત કરી છે. વીડિયોમાં તેણે પોતે જાતે ઓવરડોઝ લીધો હોવાની કબૂલાત કરી છે. યુવક પાસે વીડિયો કોણે બનાવ્યો તે મોટો સવાલ છે.

વીડિયોમાં યુવક કહે છે કે, હું મારા હિસાબે પીવી રહ્યો છું. મને કોઇ પીવડાવી રહ્યું નથી. હું પોતે માલ અને સિરીંજ લઇને આવ્યો. જોકે, ન્યૂઝ 18 ગુજરાતી આ વીડિયોની પુષ્ટી કરતું નથી. આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. યુવકે જાતે ઓવરડોઝ લીધો કે કોઇએ આપ્યો? વીડિયોમાં જે બીજા વ્યક્તિનો અવાજ સંભળાઇ રહ્યો છે તે વ્યક્તિ કોણ છે? કેમ કે, વીડિયોમાં જે વ્યક્તિનો અવાજ સંભળાઇ રહ્યો છે, તે વ્યક્તિ જે બોલે છે તે જ શબ્દો મૃતક યુવક બોલી રહ્યો છે. હવે આ મામલે ઉભા થયેલા સવાલો તપાસનો વિષય છે.



આ પણ વાંચો: Gujarat Election 2022: સૌરાષ્ટ્રમાં આવશે રાજકીય ભૂકંપ? 6 ધારાસભ્યો છોડી શકે છે કોંગ્રેસનો હાથ

આ યુવાનનું મોત કેફી પદાર્થના ઓવરડોઝના કારણે થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આર્મીના નિવૃત્ત અધિકારીના 31 વર્ષના પુત્ર વિવેક અશોકકુમાર કરણ અમદાવાદની ખાનગી કંપનીમાં એચઆર હેડ તરીકે કામ કરતો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના શરીરમાં નશાકારક દ્રવ્ય, ઝેરી પ્રવાહી અને ડ્રગ્સની હાજરી મળી આવી હતી. હાલ આ અંગે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ સમાચાર મળતાની સાથે માતા પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઇ હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ન્યૂ સમા રોડ પર આવેલા રાધાકૃષ્ણ ફ્લેટમાં રહેતા બલજીતસીંગ રાવતના ઘરે તેના મામા કૈલાસ ભંડારી અને તેની મિત્ર નેહા ભંડારી ભેગા થયા હતા. આ દરમિયાન તેઓનો મિત્ર વિવેક અશોકકુમાર કરન પણ ત્યાં આવ્યો હતો. આખી રાત તેઓએ પાર્ટી કર્યા બાદ ઊંઘી ગયા હતા. સવારે મિત્રોએ વિવેકને ઉઠાડ્યો હતો પરંતુ તે ન ઉઠતા 108 એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી. જે બાદ તપાસમાં વિવેકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ તેમણે 108ને જાણ કરી હતી.
First published:

Tags: Crime news, Gujarat News, Latest News, Vadoadara News