Home /News /madhya-gujarat /

સુશાંત આત્મવિશ્વાસથી ભરપૂર અને પ્રભાવશાળી યુવાન હતો: BCCI પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ કિરણ મોરે

સુશાંત આત્મવિશ્વાસથી ભરપૂર અને પ્રભાવશાળી યુવાન હતો: BCCI પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ કિરણ મોરે

ફાઈલ તસવીર

કિરણ મોરેએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે સુશાંતસિંહ સાથે પહેલી મુલાકાત મુંબઇમાં થઇ હતી. મેં તેને ક્રિકેટની રમત અને વિકેટકીપીંગની ટ્રેનિંગ આપી હતી.

વડોદરાઃ બોલિવૂડનો (Bollywood) સફળ અભિનેતા (Actor) સુશાંત સિંહ અચાનક પોતાની જિંદગીને નાટકીય રીતે ટૂંકાવી દીધી અને આ સમાચારે તેના ચાહકો આઘાતમાં સરી પડ્યા હતા. મહેનતુ અને અનેક સપનાઓ સાથે મુંબઈમાં સ્થાયી થઇ એક ફિલ્મ અભિનેતા તરીકે પોતાને સફળ બનાવનાર સુશાંત સિંહે આત્મહત્યા જેવું નકારાત્મક પગલું કેમ ભર્યું તે મામલે આજે પણ રહસ્ય છે. 'એમ એસ. ધોની ધ અન ટોલ્ડ સ્ટોરી'માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો (M S dhoni) કેરેક્ટરને ન્યાય આપવા સુશાંતસિંહે ભારે મેહનત કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) પૂર્વ ખેલાડી અને બીસીસીઆઈ (BCCI) પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ કિરણ મોરે (Kiran more) પણ સુશાંત સિંહના (sushant singh rajput) આપઘાતના (suicide) સમાચાર આઘાતજનક છે. માટે કિરણ મોરેએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે સુશાંતસિંહ સાથે પહેલી મુલાકાત મુંબઇમાં થઇ હતી. અને આત્મવિશ્વાસથી ભરપૂર હોવાનું મને જણાયું હતું. તે પ્રતિભાશાળી યુવાન હતો. મેં તેને ક્રિકેટની રમત અને વિકેટકીપીંગની ટ્રેનિંગ આપી હતી.

આ પણ  વાંચોઃ-અમદાવાદની છેલ્લી મુલાકાત! જિંદગીના રંગમંચ પર દરેક કિરદારને બખુબી હું નિભાવું છું: સુશાંત સિંહ રાજપૂત

ટ્રેનિંગને ગંભીરતાથી તે ખૂબ રસથી દરેક પાસા સમજતો અને તેને ઝડપથી નવું શીખવાનો પ્રયાસ કરતો હતો. કોઈ પણ એક્ટર માટે ક્રિકેટર બનવાનું સરળ હોતું નથી કારણ કે ક્રિકેટ ટ્રેનિંગ બાદ વિશ્વવિખ્યાત વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોની જેવી એક્ટિંગ પણ કરવાની હતી. આ બાબત તે ઝડપથી શીખી ગયો હતો.

આ પણ વાંચોઃ-અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પહેલા તેની એક્સ મેનેજર દિશા સલિયન પણ કરી ચૂકી છે આત્મહત્યા

ટ્રેનિંગ બાદ તે સુશાંતસિંહની બોડી લેન્ગવેજ પણ ધોની જેવી થવા લાગી હતી અને મહેન્દ્ર સિંહ ધોની જેમ ચાલવા પણ લાગ્યો હતો અને ક્રિકેટના શોટ ધોની સ્ટાઇલમાં મારવા લાગ્યો હતો. ધોનીની જેમ હાવભાવ પણ કરતો અને ધોનીના ટોનમાં બોલવાની પણ પ્રેક્ટિસ કરતો હતો. એક્ટર શું કોઈ પણ સામાન્ય ક્રિકેટર માટે વિકેટ કિપિંગ કરવું તે સરળ હોતું નથી પણ તે નવ મહિનામાં તે શીખી ગયો હતો.

આ પણ વાંચોઃ-સ્કૂલોની દાદાગીરી! સુરતની 90 ટકા શાળાઓનું વાલીઓ ઉપર ફી ભરવા દબાણ, ફરિયાદો છતાં કાર્યવાહી નહીં

પ્રારંભમાં રબરના ટેનીસ બોલની મદદથી પ્રેક્ટિસ કરતા હતા. પછી રેગ્યુરલ બોલથી ક્રિકેટરોને તાલીમ અપાય તેવી તાલીમ આપવામાં આવી હતી. ટ્રેનિંગ બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો હતો. ધોનીની જેમ બેટિંગ કરવાનો પ્રયાસ કરતો હતો. અને તેની જેમ બેટ પણ પકડવા લાગ્યો હતો. તે હંમેશા વાતચીતમાં કહેતો કે મારે હજુ ઘણું બધું કરવાનું છે. આ તો શરૂઆત છે તેમ કેહતો હતો. પરંતુ સુશાંતસિંહે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે. તે સમાચાર મારા માટે ખૂબ જ આઘાતજનક અને ન સમજાય એવા છે. પ્રતિભાશાળી યુવાને આવું પગલું કેમ ભર્યું એ મારા માટે સમજવું કઠીન થઇ રહ્યું છે.
Published by:ankit patel
First published:

Tags: Ms dhoni, Sushant singh rajput, અભિનેતા, બીસીસીઆઇ, બોલીવુડ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन