Home /News /madhya-gujarat /દેશની પ્રથમ રેલવે યુનિ. માટે થયુ એમઓયુ,વડોદરા-અમદાવાદ વચ્ચે શરૂ થયેલ નવી ટ્રેનને "સંકલ્પ" નામ અપાયું

દેશની પ્રથમ રેલવે યુનિ. માટે થયુ એમઓયુ,વડોદરા-અમદાવાદ વચ્ચે શરૂ થયેલ નવી ટ્રેનને "સંકલ્પ" નામ અપાયું

વડોદરાઃદેશની પ્રથમ રેલવે યુનિવર્સીટી વડોદરામાં વહેલી તકે શરૂ થાય તે માટે રેલવે મંત્રાલયે કમરકસી છે.આજે રેલવે મંત્રી અને નાયબ મુખ્યપ્રધાનની હાજરીમાં રેલવે મંત્રાલયે એમ એસ યુનિવર્સીટી અને રાજય સરકાર સાથે કરાર કર્યો હતો.

  • Pradesh18
  • Last Updated :
    વડોદરાઃદેશની પ્રથમ રેલવે યુનિવર્સીટી વડોદરામાં વહેલી તકે શરૂ થાય તે માટે રેલવે મંત્રાલયે કમરકસી છે.આજે રેલવે મંત્રી અને નાયબ મુખ્યપ્રધાનની હાજરીમાં રેલવે મંત્રાલયે એમ એસ યુનિવર્સીટી અને રાજય સરકાર સાથે કરાર કર્યો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સીટી શરૂ કરવાનું વચન આપ્યુ છે.જેના ભાગરૂપે કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ અને રાજયના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં અકોટા સયાજીનગર ગૃહ ખાતે રેલવેએ એમ એસ યુનિવર્સીટી અને રાજય સરકાર સાથે કરાર કર્યા હતા.ભારતીય રેલ્વે રાષ્ટ્રીય અકાદમી અને એમ એસ યુનિવર્સીટી વચ્ચે થયેલા કરાર મુજબ રેલવેના અધિકારીઓ હવે એમ એસ યુનિવર્સીટીમાં બે વર્ષનો એમબીએનો કોર્સ કરશે.તેમજ રેલવે મંત્રાલયે રાજય સરકાર સાથે પણ કરાર કર્યો છે.જેનો મુખ્ય ઉદેશ રાજયમાં રેલવે પરિયોજનાઓનો વિકાસ થાય તે છે.

    રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ભારતીય રેલવે રાષ્ટ્રીય અકાદમીમાં બનાવેલા નવીન ખેલકૂદ પરિસર, નવી વોશિંગ સાથે પિટ લાઈન, કોચ કેર સેન્ટર અને વડોદરા-અમદાવાદ રેલવે સ્ટેશન પર નવી લિફટનું લોકાર્પણ પણ કર્યુ હતુ.

    આ ઉપરાંત તેમને વડોદરા-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી નવી ટ્રેનનું નામ સંકલ્પ ટ્રેન આપ્યુ હતુ.એમ એસ યુનિવર્સીટી સેનેટ અને સિન્ડિકેટ સભ્યએ રેલવે સાથે થયેલા કરાર પર કહ્યુ કે મેનેજમેન્ટ ફેકલ્ટીના પ્રોફેસરોએ રેલવેના અધિકારીઓ માટે અલાયદો કોર્સ તૈયાર કર્યો છે.
    First published:

    Tags: Vadodara, ગુજરાત, સુરેશ પ્રભુ