સુમનદીપ લાંચકાંડઃમનસુખ શાહ અને ભરત સાવંત વચ્ચે કોડવર્કમાં થયેલી વાતચીત જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 4, 2017, 9:24 AM IST
સુમનદીપ લાંચકાંડઃમનસુખ શાહ અને ભરત સાવંત વચ્ચે કોડવર્કમાં થયેલી વાતચીત જાણો
સુમનદીપ વિધાપીઠ લાંચકાંડ મામલે આરોપી સંચાલક મનસુખ શાહ અને ભરત સાવંત વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિગ ન્યુઝ18ઈટીવી પાસે પહોચ્યા છે.લાંચ રૂશ્વત વિરોધી શાખાએ મનસુખ શાહ સામે સકંજો કસતા પહેલા તેના કોન કોલ્સ ઈન્ટરસેપ્ટ કર્યા હતા.જે કોલ્સની ટ્રાન્સસ્ક્રિપ્ટ એસીબીએ કોર્ટમાં રજુ કરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 4, 2017, 9:24 AM IST
સુમનદીપ વિધાપીઠ લાંચકાંડ મામલે આરોપી સંચાલક મનસુખ શાહ અને ભરત સાવંત વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિગ ન્યુઝ18ઈટીવી પાસે પહોચ્યા છે.લાંચ રૂશ્વત વિરોધી શાખાએ મનસુખ શાહ સામે સકંજો કસતા પહેલા તેના કોન કોલ્સ ઈન્ટરસેપ્ટ કર્યા હતા.જે કોલ્સની ટ્રાન્સસ્ક્રિપ્ટ એસીબીએ કોર્ટમાં રજુ કરી હતી.

જે ટ્રાન્સક્રિપ્ટના કાગળો ન્યુઝ18 ઈટીવીને હાથ લાગ્યા છે.એસીબીએ કોર્ટમાં રજુ કરેલી વાતચીતના ટ્રાન્સસ્ક્રિપ્ટમાં સ્પષ્ટ થાય છે કે મનસુખ શાહ તેના સાગરીત ભરત સાંવત સાથે મળીને માઈનોરિટી કૌભાંડ ચલાવતો  હતો.મનસુખ શાહે તેના સાગરીત ભરત સાવંતને કહ્યુ હતું કે 50 હજાર રૂપિયા ફી છે એટલે કવર પર જૈન લખજો.

એસીબીએ કોર્ટમાં રજુ કરેલું ટ્રાન્સસ્ક્રિપ્ટ મનસુખ શાહના મેડીકલ કૌભાંડમાં દુધનુ દુધ અને પાણીનું પાણી કરી બતાવે છે.ત્યારે સાંભળો મનસુખ શાહ અને ભરત સાવંત વચ્ચે થયેલી વાતચીતના અંશો....

 


- 22 ફેબ્રુઆરી બપોરે 3 કલાક અને 8 મિનિટ વાગે

 

મનસુખઃ બોલો

ભરતઃ ગ્રીષ્મા કમલેશ કોઠારી મેડિકલ બાર તેર

મનસુખઃ હં

ભરતઃ દસ આવી ગયા ચેક આપેલો તે એકાઉન્ટ કલોઝ થઈ ગયું

મનસુખઃ ટોટલ 32 હતા ને..

ભરતઃ હાં..પેલા 32.5 હતા હેલો પેલા 22.50 આવી ગયા, આજે 10 આપી ગયાં.

મનસુખઃ હં...

 

22 ફેબ્રુઆરી સાંજે 4 વાગે


મનસુખઃ હલ્લો...

ભરતઃ હેલ્લો...

મનસુખઃ હં

ભરતઃ આજે મારી જોડે 29.85 છે, પૂર્વેશનો ફોન હતો 25 જોઈએ છે...

મનસુખઃ હં..

ભરતઃ ગઈકાલનું બેલેન્સ અને આજની 21.05, 29.84 થઈ.

મનસુખઃ કંઈ સમજાતું નથી યાર..

ભરતઃ હલો ટોટલ..ગઈકાલનું અને આજનું સાથે રૂ. 29.84 છે તો 25 જોઈએ, પૂર્વેશને.

મનસુખઃ આપી દો.

 

- 24 ફેબ્રુઆરી બપોરે 3 કલાક અને 42 મિનિટ વાગે

 

ભરતઃ હલ્લો 

મનસુખઃ કયાં છે?

ભરતઃ બસ આ ઘરે

મનસુખઃ આરામ કરે છે ઘરે?

ભરતઃ હાં

મનસુખઃ ઘરે આરામ કરે છે.

ભરતઃ હાં...હાં...

મનસુખઃ ઘરવાળા બોલે નહી ઘરે કેમ રોકાયો છે એવું.

ભરતઃ મેં કીંધુ તું બપોરે ફોન આવશે

મનસુખઃ અસ્પષ્ટ

ભરતઃ મેં વાત કહીતી એને, ફર્સ્ટ ફલોર બાંધુ છું ઉપર

મનસુખઃ અચ્છા તો બનાઈ દે તું હવે

ભરતઃ એફડી પડી તી મારી પાસે તો મે કીધુ ઉપર લઈ લઉ.

મનસુખઃ સારું...કેટલું બાકી છે?

ભરતઃ પ્લાસ્ટર બાકી છે, પ્લમ્બિંગ બાકી છે.

મનસુખઃ હં કેમ રોકાઈ ગયું છે?

ભરતઃ સોસાયટીવાળાએ પ્રોબ્લેમ કર્યા એટલે મુડ આઉટ થઈ ગયો...

મનસુખઃ તારી પાસે કેટલા પડયાં છે?

ભરતઃ મારી પાસે 39 છે..ગઈકાલમાં મારી પાસે 21 હતા એટલે 21.5 અને તમે ચેક આપેલો એટલે 22.5 અને 100 એટલે 39.5 સમથિંગ છે.

મનસુખઃ બે છે ને...? મેડમને આપી આવી આવજે ને...

ભરતઃ બે?

મનસુખઃ આપણાં જૂના સાત-વીસ હતા ને એમનાં

ભરતઃ વીસ છે એમનાં સાતને વીસ

મનસુખઃ હં...એમાંથી આપી દે જે એમનાં.

ભરતઃ હાં...હાં...હલ્લો ચાલુ રાખજો...મારી મિસિસ વાત કરવા માગે છે.

મહિલાઃ નમસ્તે સર

મનસુખઃ આ કેમ ઘેર રહ્યો છે...કહ્યું નહીં કેમ ઘેર રહ્યો છે.

મહિલાઃ હેં ?

મનસુખઃ કેમ ઘરે રહ્યો એમ કહ્યું નહી તમે?

મહિલાઃ મે એમને કીધું સાહેબને વાત કરો તમે કે અમે ઉપર બાંધીએ છીએ એવું

મનસુખઃ અસ્પષ્ટ

મહિલાઃ નાનુ બહુ પડે છે ને એટલે ઉપર બાંધીએ છીએ

મનસુખઃ બાંધો બાંધો...

મહિલાઃ તમારા આશીર્વાદ છે.

મનસુખઃ છે જ ને...

મહિલાઃ લો આપું છું એમને

ભરતઃ હમણાં જ જો મારી મિસિસને કહ્યું કે, પૂછીને વાત કરી સાહેબને વાત કરી નથી.

મનસુખઃ આજે આમેય રજા ભોગવને વાંધો નથી.

ભરતઃ અપોલોવાળો કાલે આવવાનો છે મેં તેને 40 પોઈન્ટ કીધા છે...ટોટલ પુરું

મનસુખઃ કાલે આવશે એમને

ભરતઃ કાલે આવશે એવું કીધું છે

મનસુખઃ  પેલા વસોવાળો જેમ 100 પેલા ધ્રુવેશને આપી દીધાંતાને એમ 25 એના આપી દેવાના.

ભરતઃ ઓ કે હાં...

મનસુખઃ કાલે પછી આપી દેજો એને આપણે...

ભરતઃ આપણી પાસે 39 છે.

મનસુખઃ બે એને આપી દે એટલે પતી જાય.

ભરતઃ આપી દઉંને, હાં...

 

- 25 ફેબ્રુઆરી સવારે 8 કલાક અને 59 મિનિટ વાગે

 

મનસુખઃ હલ્લો

ભરતઃ હા

મનસુખઃ હા મેછેને કાકીને આપેલા છે

ભરતઃ હં..

મનસુખઃ એમાથી છેને સાડા ત્રણ લેજે

ભરતઃ હં..

મનસુખઃ તમે આ જોયું ટાવર દુગ્ગેરામ, ટેલરની બાજુમાં.

ભરતઃ જોયું

મનસુખઃ ત્યાં આગળ મની એકસચેન્જ છે ડોલરને એ ચેન્જ કરે છે

ભરતઃ હા...હા...એ સામે જ છે દુગ્ગેરામની બાજુમાં કોર્નર ઉપર છે.

મનસુખઃ ત્યાં જઈને સાડા ત્રણસો ડોલર ચેન્જ કરી એ લેતા ત્રણ ઉમેરવાના અને પાંચ હજાર ડોલર લઈને આવાના છે

ભરતઃ પાંચ હજાર ડોલર હા ઓકે

મનસુખઃ સીલ કરાઈને બસ આટલું કરવાનું છે

ભરતઃ ઓ કે હા

મનસુખઃ ત્યાંથી શું ભાવમાં છે તે મને કેજો કાકી પાસેથી લઈ લેજો

ભરતઃ હં...

મનસુખઃ ઓકે

 

- 25 ફેબ્રુઆરી બપોરે 1 કલાક અને 14 મિનિટ વાગે

 

ભરતઃ હલ્લો

મનસુખઃ હં..

ભરતઃ આર્મિશ હિતેશકુમાર સોની

મનસુખઃ હા

ભરતઃ ડિપ્લોમા ઓર્થોપેડિક 17-18

મનસુખઃ હા...હા...

ભરતઃ35 આયા તે પહેલા જમા થયા તે પાત્રીસ

મનસુખઃ હાં...હાં...સારુ.. કવોલીફાઈડ છે નીત કવોલીફાઈડ છે ને

ભરતઃ હાસુ સારુ નીટ કવોલીફાઈડ છે તે

એક વ્યક્તિઃ હા સાહેબ નેકસ્ટ મન્થમાં હું બીજા 20 આપીશ બાકી જે 10 રહેશે એના માટે તમે મને ડેટ થોડી જરાક

મનસુખઃ વાંધો નહિ..વાંધો નહિં..રૂબરૂમાં મળી વાત કરીશ

એક વ્યક્તિઃ હે ને ઓકે પછી રૂબરૂ કયારે મળાશે?

મનસુખઃ સોમવારે ગમે ત્યારે

એક વ્યક્તિઃ ઓકે- 25 ફેબ્રુઆરી બપોરે 2 કલાક અને 2 મિનિટ વાગે


ભરતઃ હલ્લો

મનસુખઃ હં...

ભરતઃ તમારૂ થઈ જાય છે તો પેલા ફીની જરૂર નહી થાય

મનસુખઃ હં...

ભરતઃ તમારૂ થઈ ગયું છે પૂર્વેશને ના પાડી દઉ છું

મનસુખઃ ના તુ ના ના પાડીશ...હું પાડી દઈશ.

ભરતઃ હં,..ને

મનસુખઃ 75ની ફાઈલ બનાઈ દે..ચલ ફટાફટ અને અંદર લખી દે અમદાવાદ

ભરતઃ એ લખી દઉ છું...લાલ છે ને વચ્ચે બીજી પાંચસોમાં મુકી દઉ છું..હને ઓછા થયા લો..અઢી થશે ખાલી બસ...

મનસુખઃ અઢી લાખ એમને

ભરતઃ અઢી લાખ બાકી બધી લાલ જ છે

મનસુખઃ પંચોત્તેર લાખ લખી નાખ તારી પાસે કેટલા વધે છે

ભરતઃ મારી પાસે ચારને સમથીંગ રે છે, બપોરે પેલો આવવાનો જ છે એક જણ

મનસુખઃ હલો જલદી કરજે પેકિંગ રબર-કાગળ ટેપ મારજે પછી માર્કશીટની કોથીમાં ટેગ મારજે અને પછી પ્લાસ્ટીકની થેલી એંગલમાં લગાઈને આવજે. મને નાની થેલીમાં આપી દેજે બસ,

ભરતઃ ઓકે


- 25 ફેબ્રુઆરી બપોરે 3 કલાક અને 33 મિનિટ કલાકે


ભરતઃ હેલ્લો

મનસુખઃ સાંજે લઈ આવજેને ચાર વાગે

ભરતઃ કયારે

મનસુખઃ સાંજે 4 વાગે

ભરતઃ હા ભાઈ સાંજે 6 વાગે લેવા જઉ તો વાંધો નહી અત્યારે કામ ચાલું છે મારી પાસે

મનસુખઃ હા

ભરતઃ ચાર વાગે લેવા જવાનું છે કે પછી સાંજે

મનસુખઃ વાંધો નહિ

ભરતઃ ઓકે

 

- 27 ફેબ્રુઆરી સાંજે 4 કલાક 56 મિનિટ વાગે


મનસુખઃ શું નામ છે?

ભરતઃ નીશા ને એની બેબીનું નામ છે

મનસુખઃ મારે બેબીનું નામ નથી જોયતું. અલા ખુશીલ વિશાલભાઈ શાહ સાંજે આવશે

ભરતઃ હાં

મનસુખઃ 50 હજાર ફી નકકી કરી છે

ભરતઃ હાં

મનસુખઃ અને હમણા દોઢ આપશે

ભરતઃ હાં

મનસુખઃ બાકીના મહિલા પછી આપી જશે

ભરતઃ હા..હાં...

મનસુખઃ અને જૈન ઉપર લખી દેજે

ભરતઃ શું લખવાનું?

મનસુખઃ જૈન

ભરતઃ ઓકે હા

મનસુખઃ 50 હજાર ફી છે એટલે જૈન લખવુ પડે ઉપર

ભરતઃ હાં...હાં...

 
First published: May 4, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर