Home /News /madhya-gujarat /

વડોદરાની ટ્રાયએથલીટ રિદ્ધિએ મેળવી યશસ્વી સિદ્ધિ, બર્મિંગહામ અને XIX એશિયન ગેમ્સના કેમ્પમાં થઈ પસંદગી

વડોદરાની ટ્રાયએથલીટ રિદ્ધિએ મેળવી યશસ્વી સિદ્ધિ, બર્મિંગહામ અને XIX એશિયન ગેમ્સના કેમ્પમાં થઈ પસંદગી

ટ્રાયથલોનમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટેના ટ્રાયલ/ કેમ્પ માટે પસંદગી.. 

શહેરની રમત વીરાંગના ટ્રાયએથલીટ રિદ્ધિ કદમે યશસ્વી અને આશાસ્પદ સિદ્ધિ મેળવી છે. તે આગામી XXII કોમનવેલ્થ ગેમ્સ, બર્મિંગહામ અને XIX એશિયન ગેમ્સ, હાંગઝોઉ માટે ટ્રાયથ્લોન ઇવેન્ટમાં ઇન્ડિયન ટ્રાયથલોન ફેડરેશન ધ્વારા ટ્રાયલ / કેમ્પ માટે પસંદ થઈ છે.

વધુ જુઓ ...
    વડોદરા: શહેરની રમત વીરાંગના ટ્રાયએથલીટ (Triathlete) રિદ્ધિ કદમે (Riddhi Kadam) યશસ્વી અને આશાસ્પદ સિદ્ધિ મેળવી છે. તે આગામી XXII કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games), બર્મિંગહામ અને XIX એશિયન ગેમ્સ (Asian Games), હાંગઝોઉ માટે ટ્રાયથ્લોન ઇવેન્ટમાં ઇન્ડિયન ટ્રાયથલોન ફેડરેશન (Indian Triathlon Federation) ધ્વારા ટ્રાયલ / કેમ્પ માટે પસંદ થઈ છે. હાલમાં તેઓ પુણે ખાતે છે. વડોદરા શહેરના (Vadodara City) રમતવીરો ખૂબ જ ઉંચાઈ એ પહોંચી રહ્યા છે અને વડોદરાનું ગૌરવ વધારી રહ્યા છે.

    કોરોના મહામારી પછી આ વર્ષે રિધ્ધિએ ઓક્ટોબર માસમાં ધનુષકોટી ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણીએ વર્ષ 2021 માં ભારતીય ટ્રાયથલોન ફેડરેશન (ITF) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં બે કાંસ્ય ચંદ્રક પણ મેળવ્યા હતા.

    આ પણ વાંચો: સુરતમાં નવી રાહ: વ્હાલસોયી માતાને દીકરીઓએ આપી કાંધ

    દરેક પડકારને પાર કરીને રિદ્ધીએ પોતાની ક્ષમતા પુરવાર કરીને આ સ્થાન હાંસલ કર્યું છે. XXII કોમનવેલ્થ ગેમ્સ અને XIX એશિયન ગેમ્સમાં ક્વોલિફાય કરવા માટે, તે આવનાર ફેબ્રુઆરી અને એપ્રિલ માસમાં યોજાનારી શ્રેણીબદ્ધ પસંદગીની ટ્રાયલ્સમાં ભાગ લેશે. તેણી સ્પોર્ટ્સ ઓથોરીટ ઓફ ગુજરાતના ડીસ્ટ્રીકટ કોચ સુશ્રી ક્રિષ્ના પંડ્યા, વિવેકસિંહ બોરાલિયા તથા ટ્રેનર બિપિન કુમાર અને સુબોધ કુમાર પાસે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોચિંગ લઈ રહી છે.

    આ પણ વાંચો: અમદાવાદના વિદ્યાર્થીની કમાલ: આસપાસ ઉડતા મચ્છરો જ કહેશે કે તેઓ કેટલા છે ઘાતક

    વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જયેશ ભાલાવાલા એ રિદ્ધિની આ સફળતાને બિરદાવી છે. તથા સ્વિમિંગ ડિસ્ટ્રિક્ટ કોચ ક્રિષ્ના પંડ્યા અને વિવેકસિંહને તેની આ સિદ્ધિ માટે અભિનંદન આપ્યા છે. રિદ્ધિના કોચ અને તેનો પરિવાર ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે. કારણે કે આટલી મોટી સફળતા પ્રાપ્ત કરવી એ બહુ જ મોટી વાત છે. અને બીજી ખાસ વાત તો એ છે કે આ સફળતા મળ્યા બાદ પણ હજી આગળ વધવાની ચાહ હોય એન્ડ શીખવાની ધગશ હોય, એને જ સાચી સફળતા કહી શકાય.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन