પુલવામામાં શહિદ થયેલા જવાનોને શહિદીનો દરજ્જો તથા પેન્સન સહિતના લાભો મળે માટે સરકારને રજૂઆત
પુલવામામાં શહિદ થયેલા જવાનોને શહિદીનો દરજ્જો તથા પેન્સન સહિતના લાભો મળે માટે સરકારને રજૂઆત
14 ફેબ્રુઆરી, 2019માં પુલવામા અટેકમાં ચાલીસ જવાનો શહિદ થયા હતા.
14 ફેબ્રુઆરી, 2019માં પુલવામા અટેકમાં શહિદ થયેલા ચાલીસ ઉપરાંત જવાનોને શહિદીનો દરજ્જો તથા પેન્સન સહિતના લાભો મળે તે માટે પૂર્વ સૈનિકો દ્વારા સરકારને રજૂઆત કરવા કાળીપટ્ટી ધારણ કરી કેન્ડલમાર્ચનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો.
વડોદરા: 14 ફેબ્રુઆરી, 2019માં પુલવામા અટેકમાં (Pulwama Attack) શહિદ થયેલા ચાલીસ ઉપરાંત જવાનોને શહિદીનો દરજ્જો તથા પેન્સન સહિતના લાભો મળે તે માટે પૂર્વ સૈનિકો (Ex Army) દ્વારા સરકારને રજૂઆત કરવા કાળીપટ્ટી ધારણ કરી કેન્ડલમાર્ચનો (Candle March) અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ (Gandhinagar Gruh) ખાતે જવાનો દ્વારા શહીદોને યાદ કરી કેન્ડલમાર્ચનું આયોજન કર્યું હતું. જેમાં આજના દિવસને બ્લેક ડે (Black Day) જાહેર કરવામાં આવ્યો છે, છતાં પણ લોકોમાં એટલી જાગૃતતા નથી , તદુપરાંત સરકાર દ્વારા પણ શહીદોને લઈને કોઈ આયોજન કરવામાં આવતું નથી.
તથા શહીદોના પરિવારોને ખાસ માન આપી, તેને સહાય પણ પૂરતી આપવામાં નથી આવતી, જેમના પરિવારજનો એ આપણને તથા આપના દેશના તમામ નાગરિકોને સલામત રાખ્યા છે. જેથી આજ રોજ શહીદોની યાદમાં મીણબત્તી પ્રગટાવી મૌન પાડ્યું હતું. આર્મીના જવાનોની જેમ જ સી.આર.પી.ફે. ના જવાનો દેશની બોર્ડર પર રહેતા હોય છે અને દુશ્મનો સામે લડત આપતા હોય છે. છત્તા પણ તેમને આજ દિન સુધી કોઈ લાભ મળી શક્યો નથી અને ના તો એમને એટલું માન સન્માન આપવામાં આવ્યું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર