Home /News /madhya-gujarat /

VADODARA: એમ એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ નકામાં વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટ્સ તૈયાર કર્યા

VADODARA: એમ એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ નકામાં વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટ્સ તૈયાર કર્યા

MSUની

MSUની ફેશન ઇન્સ્ટિટયૂટના ટેક્સટાઇલ એન્ડ અપેરલ ડિઝાઇનની વિદ્યાર્થીનીઓનું ઇનોવેશન.

હાલમાં ફેશન ઈન્ડસ્ટ્રી ઉચ્ચસ્તર પર,છોકરીઓ સ્ટાઈલિશ અને ફેશનેબલ કપડાં પહેરવાની ખૂબ જ શોખીન હોય છે.

    નિધિ દવે, વડોદરા: હાલમાં ફેશન ઈન્ડસ્ટ્રી (Fashion Industry) ઉચ્ચસ્તર પર આવી છે. હાલ મોડલિંગના સમયમાં લોકો વિવિધ ફેશનના કપડા પહેરવાનુ પસંદ કરે છે. જેમાં ખાસ કરી છોકરીઓ સ્ટાઈલિશ (Stylish) અને ફેશનેબલ (Fashionable clothes) કપડાં પહેરવાના ખૂબ જ શોખીન હોય છે. હાલમાં જે પ્રમાણેટ્રેન્ડ (Fashion Trend) ચાલી રહ્યો છે. નવા ટ્રેન્ડ પ્રમાણેફેશન ઇન્ડસ્ટ્રીમાં એક નવો બદલાવ લાવવાનો વડોદરા શહેરની વિદ્યાર્થીનીઓએ કર્યો છે.

    શહેરની એમ એસ. યુનિવર્સિટીની (The Maharaja Sayajirao University) ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજીના ટેક્સટાઈલ એન્ડ અપેરલ ડિઝાઈન વિભાગની B.sc ઓનર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 5 વિદ્યાર્થિનીઓએ નકામાં વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટ્સ તૈયાર કર્યા છે. " ટ્રેશ વાંક લેટ ધ ટ્રેશ ફ્લેક્સક" થીમ પર વેસ્ટ મટિરિયલમાંથી ઈનોવેટિવ ગારમેન્ટસ્ બનાવ્યા છે.

    નવા તૈયાર કરાયેલા ફેશનેબલ કપડા વિશે વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, અમારે વિવિધ ગ્રુપમાં ડિવાઈડ થઈ ‘ટ્રેશ વાંક લેટ ધ ટ્રેશ ફ્લેક્સક થીમ પર વેસ્ટ મટિરિયલમાંથી ઈનોવેટિવ ગારમેન્ટસ્ બનાવવાના હતા. જેમાં સપના માહેશ્વરી, ખુશી જૈન, કામાક્ષી કોઠારી, બિનલ કઠેરિયા અને જ્યોતિ પંડિતે સાથે મળીને રિસર્ચ ગાઈડ ડૉ. અમૃતા દોશીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.

    આ પણ વાંચો- અમીરગઢ પોલીસને બેંગ્લોર પોલીસ કમિશનર આપશે 50 હજારનું ઇનામ

    તેઓને આ વેફરના વેસ્ટમાંથી ક્લોથ બનાવવા અંગેના આઈડિયા વિશે પૂછતા તેઓ એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ જ્યારે કોલેજ જતી હતી તે દરમિયાન તેઓરસ્તામાં વેફર્સના રેપર્સ સહિત અન્ય પ્લાસ્ટિક વેસ્ટ જોતાં હતા. જેને જોઈને એમને પ્લાસ્ટિક વેસ્ટમાંથી ગારમેન્ટસ બનાવવાનો વિચાર આવ્યો હતો. રિસાયકલ કરેલાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેગ્સ, ડોર મેટ સહિત અન્ય પ્રોડક્ટ્સ તો બને જ છે. પરંતુ આમને પ્લાસ્ટિક વેસ્ટમાંથી ગારમેન્ટસ બનાવવાનો વિચાર આવ્યો હતો.જેનો ઉપ્યોગ કરી તમામ પાંચે વિદ્યાર્થિનીઓએ વેફરના રેપર માંથી ગાર્મેન્ટ તૈયાર કરવાનોસફળ પ્રયોગ કર્યો છે. આવનારા સમયમાં આ ગારમેન્ટને ફેશન શોમાં પ્રદર્શિત પણ કરવામાં આવશે.

    આ પણ વાંચો- ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલની 'બેટિંગ', જુઓ PHOTOS

    સૌ પ્રથમ હોસ્ટેલ અને ઘરની આપસાસથી વેફરના રેપર્સ એકત્રિત કર્યાં હતા. ત્યારબાદ તેને કટ કરી તેમાંથી પટ્ટીઓ બનાવી તેને ઈસ્ત્રી વડે એકબીજા સાથે જોઈન્ટ કરી તેના બોલ્સ બનાવ્યાં હતા. ત્યારબાદ તેને અમદાવાદના એક વણકર પાસે વીવીંગ કરાવી તેમાંથી સ્ટાઈલિશ વનપીસ, સ્કર્ટ સહિત વિવિધ 10 પ્રકારના સ્ટાઇલિશ ગારમેન્ટ્સ બનાવ્યાં છે. આ પ્રોજેકટ માટે તેઓ ઘણા લાંબા સમયથી કાર્યરત હતા. આ જે ગારમેન્ટ બનાવ્યા છે એ ખાસ પાર્ટીવેર છે, કારણ કે એનો લુક અને ચમક જ લોકોને આકર્ષિત કરી દે એવી છે. આ ખાસ શિયાળાની ઋતુમાં પહેરી શકાય છે. અને આવનારા સમયમાં આ ગારમેન્ટને ફેશન શોમાં પ્રદર્શિત પણ કરવામાં આવશે.
    First published:

    Tags: Vadodara, Vadodara City News, Vadodara Top News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन