Home /News /madhya-gujarat /

વડોદરા: ગણેશ પંડાલમાં અનોખી સજાવટ, સુરસાગરની ઝાખી અને ખેલાડીઓનો રમત મહોત્સવ બન્યા આકર્ષક

વડોદરા: ગણેશ પંડાલમાં અનોખી સજાવટ, સુરસાગરની ઝાખી અને ખેલાડીઓનો રમત મહોત્સવ બન્યા આકર્ષક

શહેરમાં

શહેરમાં અનોખી સજાવટથી ભક્તો આકર્ષિત થયા

ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ રાજીવનગર 1માં સ્માર્ટ સિટી અંતર્ગત બનાવેલા સુરસાગરની ઝાંખી બનાવમાં આવી છે. મંડળના રિકેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે, તેઓ છેલ્લા 25 જેટલા વર્ષોથી વિવિધ પ્રકારના ડેકોરેશન કરે છે.

    વડોદરા:  ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ રાજીવનગર 1માં સ્માર્ટ સિટી અંતર્ગત બનાવેલા સુરસાગરની ઝાંખી બનાવમાં આવી છે. મંડળના રિકેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે, તેઓ છેલ્લા 25 જેટલા વર્ષોથી વિવિધ પ્રકારના ડેકોરેશન કરે છે. આ વર્ષે સુરસાગર સાથે વડોદરા(vadodara) નું રક્ષણ કરતા નવનાથ મહાદેવના પણ ચિત્ર લગાવી વડોદરાનું અનોખું દર્શન કરવામાં આવેલ છે. વડોદરા શહેરનું મુખ્ય અંગ સુરસાગર અને નવનાથ મહાદેવ અથવા તો વડોદરા શહેરને ખુબ જ સુંદર અને મનમોહી લે એવી રીતે દાર્શવેલું છે.

    2. હરપલે કુટુંબ દ્વારા ઘરમાં ટોક્યો ઓલમ્પિક ડેકોરેશન કરવામાં આવ્યું...

    વડોદરામાં ગણેશ મહોત્સવની ધુમ ચાલી રહી છે. લોકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ અને સુંદર ડેકોરેશન ઘરમાં પણ કરવામાં આવ્યું છે. હરણી વિસ્તારમાં રહેતા હારપલે કુટુંબના સભ્યો દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ ઘણાં વર્ષોથી સ્થાપિત કરવામાં આવે છે. અને વિવિધ થીમ સાથે ડેકોરેશન કરવામાં આવે છે. આ વર્ષે ટોક્યો ઓલમ્પિકના થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં ભારત માટે મેડલ લાવનાર રમતવીરોને દર્શાવવામાં આવ્યા છે. આ પ્રકારના થીમથી તેઓ દેશના રમતવીરોને શુભેચ્છા પાઠવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ganesh Chaturthi 2021, Vadodara City, Vadodara news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन