Home /News /madhya-gujarat /Vadodara: છાત્રો સ્લમ વિસ્તારની બહેનો માટે બન્યા સેતુ; હવે નહીં રહે આ લાભથી વંચિત
Vadodara: છાત્રો સ્લમ વિસ્તારની બહેનો માટે બન્યા સેતુ; હવે નહીં રહે આ લાભથી વંચિત
છાત્રો લોકોને મળી તેમની માહિતી મેેળવી
વડોદરાની નવરચના યુનિ.નાં છાત્રોએ સ્લમ વિસ્તારની મહિલાઓ માટે મહત્વનું કામ કર્યુ છે. સરકારી સહાય અને જરૂરિયાતમંદ વચ્ચે સેતુની ભૂમિકા નિભાવી છે. 25 છાત્રોએ સ્લમ વિસ્તારનો અભ્યાસ કરી મહત્વનાં તારણ પર આવ્યાં છે.
Nidhi Dave, Vadodara: વડોદરાની નવરચના યુનિવર્સિટીનાં 25 વિદ્યાર્થીઓ જુદાજુદા સ્લમ વિસ્તારમાં ફર્યાં હતા અને તેની જુદી જુદી બાબતોનું નિરક્ષણ કર્યું હતું.તેમનાં અભ્યાસમાં સામે આવ્યું કે,આ વિસ્તારની મહિલાઓ દિવસભર મજુરી કામ કરે છે. બાંધકામ સહિતનાં ક્ષેત્રમાં કામ કરે છે અને ઘર ખર્ચ કાઢે છે. સરકાર દ્વારા મળતી અનેક યોજનાઓથી અજાણ છે. જેના કારણે આવી યોજનાનો લાભા લઇ શકતા નથી. સ્માર્ટ ફોન હોવા છતા યોજનાનો લાભા મેળવી શકતા નથી. છાત્રોએ તેમને આવી યોજના અંગે સમજણ આપી હતી.
ઘરખર્ચને પહોંચી વળવા કરે છે મજુરી કામ
"પાયલટ પ્રોજેક્ટ" થકી 25 જેટલા વિદ્યાર્થીઓનું એક ગૃપ વડોદરા શહેરના અલગ અલગ સ્લમ વિસ્તારમાં ફરીને તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું, જેમાં ત્યાંના લોકોની રહેણી કરણી, જરૂરિયાતો અને મુશ્કેલીઓ અંગેની જાણકારી મેળવી. તેમના રિસર્ચ મુજબ સ્લમ વિસ્તારની મોટાભાગની બહેનો કે જેઓ ઘરખર્ચ પૂરો પાડવા અર્થે બાંધકામ ક્ષેત્રે અથવા તો અન્ય અનેક નાનાં મોટાં કાર્યો માટે જતી હોય છે.
તેઓ સરકાર તરફથી મળતી મોટાભાગની સહાય કે યોજનાઓથી બિલકુલ અજાણ હોવાથી જે યોજનાની તેઓ પોતે હકદાર છે, એનાથી વંચિત રહી જાય છે. જો તેઓ સુધી સરકાર તરફથી મળતી દરેક સહાય પહોંચે તો એ દરેક બહેનોની મોટાભાગની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકાય એમ છે.
મહિલાઓને નાણાકીય સાક્ષરતાની જરૂર છે
નવરચના યુનિવર્સિટીના ડો. નિકિતા મહેતાએ જણાવ્યું હતું કે, દરેકની પાસે ફોન હોય છે, પરંતુ એનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરવો એનું જાણકારી હોતી નથી. મોટાભાગનાંને તો સરકારી એપ કે વેબસાઈટ વિશેની જાણકારી પણ નથી હોતી.
જેથી કરીને તેઓ એમને ઉપયોગી યોજનાઓથી વંચિત રહી જાય છે. અમે જયારે સ્લમ વિસ્તારમાં ગયા ત્યારે શરૂઆતમાં તેમને સમજાવવું અમારા વિદ્યાર્થીઓ માટે અઘરું બની ગયું હતું.
પરંતુ પાછળથી જયારે જાણ થઇ કે અમે એમના માટે જ આવ્યા છીએ, ત્યારે એમનો સપોર્ટ મળ્યો. વિદ્યાર્થીઓએ તેમને સરકાર તરફથી મળતી યોજનાઓ વિશે સમજાવ્યું. છેલ્લે વિદ્યાર્થીઓ એ નિર્ણય પર આવ્યા કે,
અહીં દરેક મહિલાઓને નાણાકીય સાક્ષરતાની જરૂર છે. એના વગર સરકાર ગમે તેટલા પ્રયાસો કરે તોય કોઈપણ પ્રકારની સહાય એમને મળવી મુશ્કેલ છે.
કારણ કે તેઓનું રોજિંદુ શિડ્યુલ જ એટલું વ્યસ્ત હોય છે કે તેઓને મોબાઈલમાં સોશિયલ મીડિયા થકી આપવામાં આવતા પ્રજાહિતલક્ષી સમાચારની પણ જાણકારી હોતી નથી. આ તમામ 25 વિદ્યાર્થીઓએ ડૉ. નિકિતા મહેતાના માર્ગદર્શન હેઠળ સરકાર થકી બહેનોને આપવામાં આવતી અનેક યોજનાઓને તેના મૂળ હકદાર પાસે પહોંચાડવા માટે પુલની ભૂમિકા ભજવી સદ્દકાર્ય કર્યું છે.