નેશનલ લેવેલે 3 ગોલ્ડ અને 1બ્રોન્ઝ , સ્ટેટ લેવેલે 1 ગોલ્ડ અને સિલ્વર મેડલ અપાવ્યો
વડોદરા એમ. એસ. યુનિવર્સિટીના છાત્રો વિવિધ નેશનલ અને સ્ટેટ ગેમ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. નેશનલ લેવેલે 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ , સ્ટેટ લેવેલે 1 ગોલ્ડ અને સિલ્વર મેડલ અપાવ્યો છે.
Nidhi Dave, Vadodara: વડોદરા શહેરની વિશ્વવિખ્યાત ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં અને યુનિવર્સિટીની ફીસિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં તાલીમ મેળવનાર છાત્રો વિવિધ નેશનલ અને સ્ટેટ ગેમ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે ઝળકયા છે.
આ ખેલાડીઓ છે વિજેતા
ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજિમાં માસ્ટરનો અભ્યાસ કરતી ગરિમા વ્યાસ કે, જેને 3 ગોલ્ડ મેડલ બેસ્ટ સ્વિમર તરીકે 22 માં નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રાપ્ત કર્યા હતા. ગુવાહાટી આસામ ખાતે આયોજિત કરવામાં આવી હતી. ટી વાય બીકોમમાં અભ્યાસ કરતી વંશિકા પાટીદારે નેશનલ લેવલની પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ કે, જે 15 થી 20 જાન્યુઆરી દરમિયાન સંભાજીનાગર મહારાષ્ટ્રમાં આયોજિત કરવામાં આવી હતી. તેમાં 63 કે.જી. જૂનિયર કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ અર્જિત કર્યો હતો.
સ્ટેટ લેવલની કુશ્તી સ્પર્ધામાં એમ. એસ. યુનિવર્સિટીના પ્રસાદ સંજીત એ 63 કેજી કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને ગંગા પ્રસાદ કુશ્વાહા એ 57 કેજી કેટેગરીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી યુનિવેર્સિટીનું ગૌરવ વધાર્યું હતું. આ બંને વિધ્યાર્થી ફૅકલ્ટી ઓફ કોમર્સમાં એસ વાય બી.કોમ માં અભ્યાસ કરી રહ્યા છે.
વીસીઅ ખેલાડીઓને ચાય માટે આમંત્રિત કર્યાં
વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) વિજય કુમાર શ્રીવાસ્તવે આ તમામ ખેલવીરોને ચાય માટે આમંત્રિત કરી અભિનંદન પાઠવ્યા અને સાથે સાથે તેમની સાથે વધુ સારા પર્ફોર્મન્સ માટે ફીસિકલ એજ્યુકેશન ડિપાર્ટમેંટ દ્વારા હાલમાં મળતી સુવિધાઓ અને જરૂરી સાધનો અને તેની ઉપલભત્તા વિષે જાણકારી મેળવી અને કોચ દ્વારા આપતી ટ્રેનિંગ અને સમય જેવા વિષયો ઉપર ઊંડાણ પૂર્વક ચર્ચા કરી. આ ચર્ચા દરમિયાન ફીસિકલ એજ્યુકેશન ડિપાર્ટમેંટના ડાયરેક્ટર હારજીત કૌર, ડેપ્યુટી ડાયરેક્ટર ડો વિકાસ પ્રજાપતિ પણ જોડાયા હતાં.