Home /News /madhya-gujarat /Vadodara: ના હોય..નકામાં વેફરના રેપર્સમાંથી સ્કર્ટ અને વનપીસ બનાવ્યાં, જૂઓ Video

Vadodara: ના હોય..નકામાં વેફરના રેપર્સમાંથી સ્કર્ટ અને વનપીસ બનાવ્યાં, જૂઓ Video

X
ગારમેન્ટ

ગારમેન્ટ ખાસ પાર્ટીવેર છે, એનો લુક અને ચમક જ લોકોને આકર્ષિત કરી દે એવી છે...

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પાંચ વિદ્યાર્થીનીઓએ નકામાં વેફરનાં રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટસ બનાવ્યાં છે. તેમણે વેફરનાં રેપર્સમાંથી સ્કર્ટ,વનપીસ બનાવ્યાં છે.

Nidhi Dave, Vadodara: હાલમાં ફેશન ઈન્ડસ્ટ્રી ખૂબ જ ઉચકાઈ ગઈ છે. જેમાં ખાસ કરી છોકરીઓ સ્ટાઈલિશ અને ફેશનેબલ કપડાં પહેરવાની ખૂબ જ શોખીન હોય છે. હાલમાં તો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. તો આ પ્રકારે ચાલી રહેલા ટ્રેન્ડમાં અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં એક નવો બદલાવ લાવવાનો વડોદરા શહેરની વિદ્યાર્થીનીઓએ કર્યો છે. શહેરની એમ.એસ.યુનિવર્સિટીની ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજીના ટેક્સટાઈલ એન્ડ અપેરલ ડિઝાઈન વિભાગની B.sc ઓનર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 5 વિદ્યાર્થીનીઓએ નકામાં વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટ્સ તૈયાર કર્યા છે.

આ વિશે વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, અમારે વિવિધ ગ્રુપમાં ડિવાઈડ થઈ ‘ ટ્રેશ વાંક લેટ ધ ટ્રેશ ફ્લેક્સક થીમ પર વેસ્ટ મટિરિયલમાંથી ઈનોવેટિવ ગારમેન્ટસ્ બનાવવાના હતા. જેમાં સપના માહેશ્વરી, ખુશી જૈન, કામાક્ષી કોઠારી, બિનલ કઠેરિયા અને જ્યોતિ પંડિત સાથે મળીને રિસર્ચ ગાઈડ ડૉ. અમૃતા દોશીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.

પ્લાસ્ટિક વેસ્ટમાંથી ગારમેન્ટસ બનાવવાનો સફળ પ્રયોગ

વિદ્યાર્થીનીઓ એ કોલેજ જતી વખતે રસ્તામાં વેફર્સના રેપર્સ સહિત અન્ય પ્લાસ્ટિક વેસ્ટ જોતાં હતા. જેને જોઈને એમને પ્લાસ્ટિક વેસ્ટમાંથી ગારમેન્ટસ બનાવવાનો વિચાર આવ્યો હતો.

રિસાયકલ કરેલાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેગ્સ, ડૉર મેટ સહિત અન્ય પ્રોડક્ટ્સ તો બને જ છે. પરંતુ આમને પ્લાસ્ટિક વેસ્ટમાંથી ગારમેન્ટસ બનાવવાનો સફળ પ્રયોગ કર્યો છે.

આ રીતે ગારમેન્ટસ બનાવ્યાં

સૌ પ્રથમ હોસ્ટેલ અને ઘરની આપસાસથી વેફરના રેપર્સ એકત્રિત કર્યાં હતા. ત્યારબાદ તેને કટ કરી તેમાંથી પટ્ટીઓ બનાવી તેને ઈસ્ત્રી વડે એકબીજા સાથે જોઈન્ટ કરી તેના બોલ્સ બનાવ્યાં હતા. આ પ્રોસેસમાં એમને ઘણો સમય લાગ્યો હતો. ત્યારબાદ તેને અમદાવાદના એક વણકર પાસે વીવીંગ કરાવી તેમાંથી સ્ટાઈલિશ વનપીસ, સ્કર્ટ સહિત વિવિધ 10 પ્રકારના સ્ટાઇલિશ ગારમેન્ટ્સ બનાવ્યાં છે.

આ પ્રોજેકટ માટે તેઓ ઘણા લાંબા સમયથી કાર્યરત હતા. આ જે ગારમેન્ટ બનાવ્યા છે, એ ખાસ પાર્ટીવેર છે, કારણ કે એનો લુક અને ચમક જ લોકોને આકર્ષિત કરી દે એવી છે. આ ખાસ શિયાળાની ઋતુમાં પહેરી શકાય છે. અને આવનારા સમયમાં આ ગારમેન્ટને ફેશન શોમાં પ્રદર્શિત પણ કરવામાં આવશે.
First published:

Tags: Local 18, Students, Vadodara

विज्ञापन