Home /News /madhya-gujarat /

વડોદરામાં રખડતા ઢોરનો 'આતંક': ગાયે શીંગડું મારતા 18 વર્ષના વિદ્યાર્થીએ આંખ ગુમાવી

વડોદરામાં રખડતા ઢોરનો 'આતંક': ગાયે શીંગડું મારતા 18 વર્ષના વિદ્યાર્થીએ આંખ ગુમાવી

વિદ્યાર્થીએ આંખ ગુમાવી

Vadodara Stray cattle: રખડતા ઢોરોને નાથવામાં વડોદરા પાલિક સદંતર નિષ્ફળ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. જેમાં એક વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.

    વડોદરા: ગુજરાતના અનેક શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ (Stray cattle) વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે ઈજા કે પછી જીવ ગુમાવ્યાના સમાચારો દરરોજ સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતા રહે છે. વડોદરા શહેર (Vadodara city)માં આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં રખડતા ઢોરે અડફેટે લેતા એક વિદ્યાર્થીઓ પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાવ બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. વડોદરા શહેરમાં રખડતા ઢોરે અડફેટે લેવાના સતત બની રહેલા બનાવો બાદ પાલિકા તંત્ર રખડતા ઢોરોને પાંજરે પુરવામાં નિષ્ફળ રહી હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.

    શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત


    રખડતા ઢોરોને નાથવામાં વડોદરા પાલિક સદંતર નિષ્ફળ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. જેમાં એક વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે વાઘોડિયા રોડના ગોવર્ધન ટાઉનશિપ પાસે એક વિદ્યાર્થીને ગાયે અડફેટે લીધો હતો. આ દરમિયાન ગાયનું શીંગડું વિદ્યાર્થીની આંખમાં વાગ્યું હતું. જેનાથી વિદ્યાર્થીએ આંખ ગુમાવવાનો વારો આવ્યો છે.

    vadodara student stray cattle attack

    કોલેજથી પરત આવી રહ્યો હતો વિદ્યાર્થી


    મળતી માહિતી પ્રમાણે વડોદરાનો હેનીલ પટેલ એમએસયુની પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. ગઈકાલે તે કોલેજથી પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રોડ પર અચાનક ડિવાઇડર કૂદીને એક ગાય આવી ચડી હતી. ગાયે અડફેટે લેતા હેનીલ સ્કૂટર સાથે નીચે પટકાયો હતો. આ દરમિયાન ગાયનું શીંગડું વિદ્યાર્થીના આંખમાં વાગી ગયું હતું. ગાયે શીંગડું મારતા હેનીલલ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યો હતો. જે બાદમાં હેનીલના માતાપિતા અને આસપાસના લોકો દોડી આવ્યા હતા.


    સારવાર માટે ખસેડાયો


    ગાયે અડફેટે લીધા બાદ વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની આંખમાં થયેલી ઈજા ગંભીર જણાતા તેને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડાયો હતો. અમદાવાદ ખાતે હેનીલની આંખનું ઓપરેશન કરવામાં આવશે.

    આ પણ વાંચો:  દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકા પાસે પોતાનો કાયદો છે: CR પાટીલ



    ઉલ્લેખનીય છે કે શહેરમાં રખડતા ઢોરના આતંકને પગલે ઈજાગ્રસ્ત ઉપરાંત લોકોએ જીવ ગુમાવ્યાના બનાવો પણ બન્યા છે. હવે એક વિદ્યાર્થીએ પોતાની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. અગાઉ પાલિકાએ એવી જાહેરાત પણ કરી હતી કે થોડા જ દિવસોમાં રોડ પરથી રખડતા ઢોરોને દૂર કરવામાં આવશે. જોકે, શહેરમાં સ્થિતિ જેમની તેમ જ છે. દરરોજ અનેક નિર્દોષ લોકો રખડતા લોકોનો ભોગ બની રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Vadodara, ગુનો, પોલીસ, હોસ્પિટલ

    આગામી સમાચાર