વડોદરા: ધો.10ની પુરક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યુ જીવન, પબજીની લાગી હતી લત

News18 Gujarati
Updated: July 14, 2020, 3:12 PM IST
વડોદરા: ધો.10ની પુરક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીએ ટૂંકાવ્યુ જીવન, પબજીની લાગી હતી લત

  • Share this:
વડોદરા : શહેરનાં આજવા રોડ વિસ્તારમાં રહેતો ઘોરણ 10નાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. આ વિદ્યાર્થી બોર્ડની પૂરક પરીક્ષામાં પણ ના પાસ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણ થઇ છે કે આ વિદ્યાર્થીને પબ જી ગેમ રમવાની ટેવ હતી. આ સાથે કિશોરને સિકલસેલની પમ બીમારી હતી જેના કારણે આ અંતિમ નિર્ણય લીધો હતો.

પરીક્ષામાં નાપાસ થયો હતો

17 વર્ષનો જયદેવ વસાવા શહેરના આજવા રોડ પર આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહેતો હતો. તેણે માર્ચ 2020માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષા આપી હતી. જે પરીક્ષામાં તે નાપાસ થયા બાદ ફરીથી પૂરક પરીક્ષા આપી હતી. પરંતુ, તે પુરક પરીક્ષામાં પણ નાપાસ થયો હતો. આ વાત તેના મનમાં ઘર કરી ગઇ હતી. બોપોદ પોસીલની પ્રાથમિક તપાસમાં બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા આ નિર્ણય લેવાયો હોવાનું માનવમા આવી રહ્યું છે.

આ પણ જુઓ - ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન, જલાલપોરમાં 12 વાગ્યા સુધી 3 ઇંચ ખાબક્યો

સિલકસેલની બીમારીથી પીડાતો હતો

આ સાથે વિદ્યાર્થી સિલકસેલની બીમારીથી પીડાતો હતો. જયદેવનાં પરિવારમાં સંતાનમાં એક અન્ય બહેન છે. જયદેવને આ બધા ઉપરાંત પબજી રમવાની પણ લડ પડી ગઇ હતી. આખો દિવસ તે પોતાના રૂમમાં બેસીને પબજી રમતો રહેતો હતો. તે તેની બીમારી અન બોર્ડમાં નાપાસ થયો તેનાથી તૂટી ગયો હતો.આ પણ જુઓ - 

માનવામાં આવે છે આ કારણોને લીઘે મોડી સાંજે પોતાના રૂમમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલુ છે અને લાગતાવળગતાની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - પોલીસ ભૂલ્યા માનવતા! માસ્ક માટે સગર્ભાની ગાડી રોકી, નવજાતનું મોત થતા પરિવારે અંબાજી પોલીસ સ્ટેશને કર્યો વિરોધ 
Published by: Kaushal Pancholi
First published: July 14, 2020, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading