Home /News /madhya-gujarat /

Vadodara: આઝાદી કા અમૃત મહોત્સવ: શહેરની ગલીઓ તિરંગાના રંગમાં રંગાઈ; 700 મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ રેલી નીકાળી

Vadodara: આઝાદી કા અમૃત મહોત્સવ: શહેરની ગલીઓ તિરંગાના રંગમાં રંગાઈ; 700 મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ રેલી નીકાળી

દેશમાં

દેશમાં એકતા સ્થાપિત થાય એ હેતુસર ખાસ તિરંગા રેલીનું આયોજન...

વડોદરા શહેરની એમ. ઈ. એસ. ગર્લ્સ હાઈસ્કૂલની 700 મુસ્લિમ વિદ્યાર્થીનીઓની તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહભેર રેલીમાં ભાગ લીધો હતો. શાળાના તમામ ધોરણોની વિદ્યાર્થીનીઓએ તિરંગા રેલીમાં ભાગ લીધો હતો. 

વધુ જુઓ ...
    Nidhi dave, Vadodara : આઝાદીના અમૃત મહોત્સવ (Aazadi Ka Amrut Mahotsav) તથા 15મી ઓગસ્ટ (15th August ) નિમિત્તે વડોદરા શહેરમાં ઠેર ઠેર તિરંગા રેલીનું (Tricolour Rally) આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત ઘરે ઘરે તિરંગાની વહેંચણી પણ કરવામાં આવી. જેમાંખાસ વડોદરા શહેરની એમ.ઈ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલની 700 મુસ્લિમ વિદ્યાર્થીનીઓની તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહભેર રેલીમાં ભાગ લીધો હતો. શાળાના તમામ ધોરણોની વિદ્યાર્થીનીઓએ તિરંગા રેલીમાં ભાગ લીધો હતો.

    આ પણ વાંચો : સ્વતંત્રતા દિવસે SOU ખાતે લહેરાવાશે દેશનો સૌથી મોટો ત્રિરંગો

    તિરંગા રેલી, સ્કૂલમાંથી નીકળી ગેંડી ગેટ પાસેથી પસાર થઈ

    વિદ્યાર્થીનીઓની તિરંગા રેલી, સ્કૂલમાંથી નીકળી ગેંડી ગેટ પાસેથી પસાર થઇને પરત સ્કૂલમાં ફરી. જેમાં ખાસ વિદ્યાર્થિનીઓએ આઝાદીના સૂત્ર \"જય હિન્દ, જય ભારત\" ના નારાવાળા પ્લેબોર્ડ, ઉપરાંત ભારત દેશના વીર ક્રાંતિકારીઓના પણ પ્લેબોર્ડ બનાવ્યા હતાં. એમ.ઇ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલના પ્રિન્સિપલ હેમાબેન દુબે એ જણાવ્યું કે, દેશમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાઈચારો વધે તથા દેશમાં એકતા સ્થાપિત થાય એ હેતુસર ખાસ આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Celebrations, Independence day, Vadodara

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन