હેપ્પી ફેસીસ વડોદરા દ્વારા ચલાવવામાં આવે છે સ્ટ્રીટ સ્કૂલ...
શહેરમાં એવા પણ બાળકો છે, જેમને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળી શકતી નથી.ગરીબ બાળકોને ફ્રીમાં આપવામાં આવી રહ્યું શિક્ષણ. હેપ્પી ફેસીસ વડોદરા દ્વારા બાળકોને ઈતર પ્રવૃતિઓ શિખવાડવામાં આવી રહી છે.
નિધિ દવે, વડોદરા : આપણા જીવનમાં ભણતર એ એક અહેમ ભાગ છે.આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં ભણતર નમળે તો માનવજીવન અધુરૂ લાગે છે.તેવામાં જે ગરીબ પરીવારના બાળકો છે.તેઓ ચાહીને ભણી શકતા નથી.કારણ કે એવા ઘણા પરીવારો છો જે માત્ર પોતાના પરીવારનુ પેટ ભરી શકે એટલુજ કમાઈ શકે છે.તેવામાં શહેરના ગરીબ પરીવારના બાળકોને ભણતર મળી રહે તેવોપ્રાયસ શહેરમાં કરવામાં આવી રહ્યો છે.જેથી શહેરના ગરીબ બાળકોને અને તેઓના પરીવારને આશા જાગી છે.
હેપ્પી ફેસીસ વડોદરા દ્વારાબાળકોને ઈતરપ્રવૃતિઓ શિખવાડવામાં આવી રહી છે.
શહેરમાં એવા પણબાળકો છે, જેમને યોગ્ય શિક્ષણ અને તાલીમ મળી શકતી નથી . સરકારી શાળામાં તો જતા હોય છે, પરંતુ એમને યોગ્ય માર્ગ બતાવનારું કોઈ હોતું નથી. તો એવામાં હેપ્પી ફેસીસ વડોદરા (Happy Faces Vadodara) દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી છે. સ્ટ્રીટ સ્કૂલ (Street School), કે જેમાં બાળકોને ભણતર, રમત ગમત, ડાન્સ, ચિત્ર, જેવી ઈતર પ્રવૃતિઓ પણ શિખવાડવામાં આવી રહીછે.
આસ્કૂલમાં હાલ 200થી વધુ બાળકો આવે છે,500થી વધુ લોકો સેવા માટે સ્વયંભૂ જોડાએલા છે.
સ્ટ્રીટસ્કૂલને કોરોના કાળ દરમિયાન 6-7 લોકો દ્વારા મળીને શરૂ કરવામાં આવી હતી.આ સ્કૂલમાં હાલના સમયમાં 500થી વધુ સ્વયંસેવકો જોડાયા છે.આ તમામ સ્વયંસેવકો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સ્કિલ પ્રમાણે મદદ કરે છે.આસ્કૂલમાં હાલ 200થી વધુ બાળકો આવે છે.આ તમામ બાળકોને સંસ્થા દ્વારા ફ્રીમાં ભણાવવામાં આવી રહ્યા છે.હેપ્પીફેસીસ વડોદરાના સંચાલકે જાણાવ્યુ હતું કેઆ વર્ષ દરમિયાન અમારો પ્રયાસ 500 જેટલા બાળકોને ભણાવવાનો છે. બાળકોને જ્યા જરૂર પડે છે ત્યારે ત્યારે અમે તેઓને મદદ કરી રહ્યા છીએ.અમુક બાળકોની સ્કૂલ પણ અમે ભરી આપીએ છીએ કારણ કે તે બાળકનું ભવિષ્ય ફી ન ભરવાના કારણે ન બગડે.
હેપ્પી ફેસીસમાં વિવિધ પ્રોફેસનલ લોકો પણ સ્વયંભૂ જોડાયા છે.
હેપ્પી ફેસીસમાં વિવિધ પ્રોફેસનલ લોકો પણ સ્વયંભૂ જોડાયા છે.જેમાંડોકટર, વિદ્યાર્થી, ગૃહિણી, આર્કિટેક, એન્જીનયર સામેલ છે.આ લોકો બાળકોને ગાઈડ કરી રહ્યા છે.સાથે સાથે તેઓને ભણવામાં પણ મદદ કરી રહ્યા છે.તેઓએ જણાવ્યું કેજેટલું બની શકશે એટલું બાળકો માટે અમે કરીશું કારણ કે આ બાળકો જ આપણું ભવિષ્ય છે.ત્યારે અહી આવતા એકબાળની માતાએ જણાવ્યું હતું કે અહી તેઓના બાળકો જ્યારથી જાય છે તેઓ ભણવામાં સારૂ કરી રહ્યા છે.તેઓને ઘણું બધુ આવડી ગયું છે.અમે આનાથી ખુબજ ખુશ છીએ.હાલમાં આ હેપ્પી ફેસીસ વડોદરાની બે શાખા ચાલી રહી છે.એક ઝાડેશ્વર નગર અને બીજી સયાજીગંજમાં ચાલી રહી છે.
વધુ વિગતવાર જાણવું હોય કે જોડાવવું હોય તો અહીં આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો.
સ્ટ્રીટ સ્કૂલ વિશે વધુ વિગતવાર જાણવું હોય કે જોડાવવું હોય તો અહીં આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો: 9925540744 લિંક: - https://www.happyfacesvadodara.com/
હેપ્પી ફસીસ વડોદરાનું સરનામુ,ઝાડેશ્વર નગર અટલાદરાવડોદરા ખાતે આવેલી છે.