Home /News /madhya-gujarat /

Vadodara News: શહેરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિને અડફેટે લીધો, જુઓ video

Vadodara News: શહેરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિને અડફેટે લીધો, જુઓ video

ગોરવા

ગોરવા વિસ્તારમાં ઘર નજીક ઉભેલા વૃદ્ધને ગાય ભેટી મારતા થાપામા ફેક્ચર 

Vadodara - હાલ વૃદ્ધનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને સળિયો નાખવાની નોબત આવી છે

    વડોદરા : શહેરના (Vadodara)ગોરવા વિસ્તારમાં ઘર નજીક ઉભેલા 70 વર્ષીય વૃદ્ધને ગાયે (cow)ભેટી મારતા થાપામાં ફેક્ચર થઈ જતા વૃદ્ધને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ગાયે ભેટી મારવાના કારણે મારું મોત પણ નિપજી શકતું હતું. હાલ વૃદ્ધનું ઓપરેશન થઈ ચૂક્યું છે અને સળિયો નાખવાની નોબત આવી છે.

    વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ ઇન્દ્રસિંહ રાણા એલેમ્બિક કંપનીમાંથી નિવૃત્તિ જીવન ગુજારે છે. ગઈકાલે રાત્રેદસ વાગ્યાના સુમારે તેઓ ઘરની નજીક ઉભા હતા. તે સમયે અચાનક દોડી આવેલી ગાયે ભેટી મારી હવામાં ફંગોળ્યા હતા. જમીન પર પછડાતા વૃદ્ધને ડાબા થાપા ઉપર ફેક્ચર થઈ જતા સારવાર માટે માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જેથી જાહેરમાં ગાય છુટ્ટી મૂકનાર પશુપાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે નોંધ લીધી હતી કે, આ પ્રકારની ગાયો જાહેરમાં છૂટી ફરતા નાગરિકોના જાનમાલને નુકસાન થવાની સાથે ગંભીર ઇજાઓના કારણે મોટ પણ થઈ શકે છે.

    આ પણ વાંચો - Vadodara Weather news: વડોદરામાં આજનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી, કેટલું રહેશે તાપમાન?

    તેમજ વાહન ચાલકોને પણ નુકસાન થતું હોય છે. તેવું જાણવા છતાં પશુપાલક માલિકો ગંભીર પ્રકારની બેદરકારી દાખવી બેફામ પશુઓ છૂટા મૂકી દે છે. આમ મોટી ડંફાસો અને ખોટા ખર્ચાઓ વચ્ચે રખડતા પશુ નાગરિકોને અડફેટે લેતા હોવાનો સિલસિલો યથાવત્ છે.
    First published:

    Tags: CCTV footage, વડોદરા સમાચાર, વાયરલ વીડિયો

    આગામી સમાચાર