Home /News /madhya-gujarat /

વડોદરા: 30-40 બકરા સાથે પશુબલિ માટે પહોંચેલા લોકોનો પોલીસ અને જીવદયા પ્રેમીઓ પર પથ્થરમારો

વડોદરા: 30-40 બકરા સાથે પશુબલિ માટે પહોંચેલા લોકોનો પોલીસ અને જીવદયા પ્રેમીઓ પર પથ્થરમારો

પશુપ્રેમીઓ અને પોલીસ પર પથ્થરમારો

Vadodara Animal Sacrifice: કેટલાક લોકો અંદાજે 30-40 બકરા સાથે ડેડા તલાવડી ખાતે બલિ માટે પહોંચ્યા હતા. જીવદયા પ્રેમીઓને આ અંગેની બાતમી મળ્યા બાદ તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

    વડોદરા: શહેરમાં મોડી રાત્રે પોલીસ અને જીવદયા પ્રેમીઓ (Animal lovers) પર પથ્થરમારાની ઘટના (Stone pelting) બની છે. આ મામલે પોલીસે પાંચ લોકોની અટકાયત કરી છે, તેમજ અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. હકીકતમાં વાસણા બાયલી સ્મશાન પાસે આવેલા ડેડા તલાવડીમાં કેટલાક લોકો પશુબલિ (Animal sacrifice) માટે આવ્યા હતા. આ અંગેની જાણ થયા બાદ જીવદયા પ્રેમીઓની ટીમ ત્રાટકી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ દરમિયાન જીવદયા પ્રેમીઓની ટીમ અને પોલીસ પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે પોલીસ અને જીવદયા પ્રેમીઓ પહોંચ્યા ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પોલીસ અને જીવદયાની ટીમ ત્રાટકી ત્યારે લોકો અંધારાનો લાભ ઉઠાવીને ભાગી ગયા હતા.

    30-40 બકરા સાથે લોકો આવ્યા હતા


    મળતી માહિતી પ્રમાણે કેટલાક લોકો અંદાજે 30-40 બકરા સાથે ડેડા તલાવડી ખાતે બલિ માટે પહોંચ્યા હતા. જીવદયા પ્રેમીઓને આ અંગેની બાતમી મળ્યા બાદ તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અબોલ જીવોની બલિ ચઢે તે પહેલા જ જીવદયાની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન સ્થાનિકોએ તેમના પર પથ્થરમારો કરી દીધો હતો. જેના પગલે રાત્રે નાસભાગ મચી ગઈ હતી. અંધારાની ગેરલાભ ઉઠાવીને કેટલાક લોકોએ પથ્થમારો શરૂ કરી દીધો હતો. પોલીસે પથ્થરમારો કરનાર તત્વોની શોધખોળ શરૂ કરી છે.

    પોલીસનું નિવેદન


    આ મામલે ઇન્ચાર્જ ACP મેઘા તેવરે (Megha Tewar) જણાવ્યું હતું કે, "બરોડા રૂરલની હદમાં એક ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો બકરા કાપવા માટે ભેગા થયા હોવાનો મેસેજ જીવદયા પ્રેમી સંસ્થા તરફથી મળ્યો હતો. પોલીસ જીવદયા પ્રેમીઓની મદદ કરી રહી હતી ત્યારે કેટલાક લોકોએ અંધારામાંથી પથ્થમારો કર્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી."


    વધારે સંખ્યામાં હતા લોકો


    મળતી માહિતી પ્રમાણે પોલીસ અને જીવદયા પ્રેમીઓ પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જે બાદમાં પથ્થમારો થયો હતો. આ મામલે જીવદયા પ્રેમીઓએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ પથ્થરમારો કરનાર લોકોની શોધખોળ કરી રહી છે. આ ઉપરાંત શા માટે આટલી મોટી સંખ્યામાં બકરાઓને બલિ માટે લાવવામાં આવ્યા હતા? આ બકરાઓને ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેની તપાસ પોલીસે શરૂ કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Animal, Vadodara, ગુનો, પોલીસ

    આગામી સમાચાર