શહેરમાં વિરલ વિભૂતિ પ્રતિમા દત્તક યોજના શરૂ કરવામાં આવેલ છે.
શહેરમાં વિરલ વિભૂતિ પ્રતિમા દત્તક યોજના શરૂ કરવામાં આવેલ છે. વડોદરામાં ઘણી વિરલ વિભૂતિની પ્રતિમાઓ આવેલ છે, આ એવા લોકોની પ્રતિમાઓ છે કે જે લોકો એ દેશ માટે પોતાનું યોગદાન આપ્યું હોય. આ પ્રતિમાઓને ઘણા વર્ષો પહેલા પ્રસ્થાપિત કરવામાં આવી હતી.
વડોદરા: શહેરમાં વિરલ વિભૂતિ પ્રતિમા દત્તક યોજના (Viral Vibhuti Pratima Dattak Yojna) શરૂ કરવામાં આવી છે. વડોદરામાં ઘણી વિરલ વિભૂતિની પ્રતિમાઓ આવેલી છે, આ એવા લોકોની પ્રતિમાઓ છે કે જે લોકોએ દેશ માટે પોતાનું યોગદાન આપ્યું હોય. આ પ્રતિમાઓને ઘણા વર્ષો પહેલા પ્રસ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાની હાલમાં ખુબ જ ખરાબ હાલત છે. જેથી જન આંદોલન સ્વરૂપે લોકોને સમજવામાં આવ્યા. અને કહેવામાં આવ્યું કે, કોઈ એક પ્રતિમાને દત્તક લે. અને વર્ષ દરમિયાન એની કાળજી રાખે.
આ કાર્યમાં 100 જેટલા બાળકો જોડાયેલ છે. આ બાળકોના ગ્રુપનું નામ ચિલ્ડ્રન એમ્પાવરમેન્ટ ફોરમ છે. જેમાં આ પ્રતિમાઓની જે લોકો એ દત્તક લીધી છે, એમને દર અઠવાડિયે એની સાફ સફાઈ કરવાની. ફક્ત એમની પુણ્યતિથિ કે જન્મ જયંતીમાં જ સાફ કરે એવું ના હોવું જોઈએ. જેમાં આ ગ્રુપના લીડર વેદાંત ઠાકરનું કહેવું છે કે, એમને કોર્પોરેશન તરફ ખુબ જ સહયોગ પ્રાપ્ત થયેલ છે. જેને લઈને વધુ સારી રીતે કામ થઈ રહ્યું છે. વડોડરાના લોકો ખુબ જ સહાયક છે.
પંચધાતુ માંથી બનેલ સરદાર પટેલની મૂર્તિને છાશ અને પાણીથી સાફ કરવામાં આવશે જેથી કરી મૂર્તિની ચમક પાછી આવે.
જેમાં વડોદરાના ડેરી દેન સર્કલ પર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ક્રિષ્ણકાંત ઠકકર એ દત્તક લીધેલ છે. જેમનો ઠક્કર ક્લાસીસ છે. આ દાતા પ્રતિમાની આખું વર્ષ દરમિયાન એની કાળજી રાખશે. ક્રિષ્ણકાંત ઠકકર એ જણાવ્યું કે, ઘણા વર્ષોથી મારી ઈચ્છા હતી કે, આ મૂર્તિને હું સાફ કરું. અથવા તો એવી તક મળશે ત્યારે હું આ કામ હાથ પર લઈશ. જે તક મને મળી છે. લોકોને ખબર પડે કે અહીંયા આવી એક પ્રતિમા છે. 1લી જૂનથી એક વર્ષ માટે આ પ્રતિમા દત્તક લેવામાં આવી છે. સરદાર પટેલની પ્રતિમા પંચધાતુ માંથી બનેલ છે. જેને સૌ પ્રથમ છાશ અને પાણીથી સાફ કરવામાં આવશે. જેનાથી ચમક પછી આવે. ત્યાર બાદ નર્મદા અને મહીસાગર નદીના પાણીથી સાફ કરવામાં આવશે. દર અઠવાડિયે આ સફાઈ કરવામાં આવશે.