Home /News /madhya-gujarat /

સ્ટેચ્યુ ઓફ યુનિટી: શું છે ટિકિટની કિંમત? શું મળશે જોવા? સોમવારે સ્મારક રહેશે બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટી: શું છે ટિકિટની કિંમત? શું મળશે જોવા? સોમવારે સ્મારક રહેશે બંધ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ www.soutickets.in પર કરી શકો છો

    સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેવડીયા ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. જેને જોવા મોટી સંખ્યામાં લોકો દેશ-વિદેશથી આવી રહ્યા છે. આ પ્રતિમા સહિત વિવિધ ભાગો જોવા માટે નિગમ દ્વારા અલગ-અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

    જેમાં બસ ટીકીટ, એન્ટ્રી ટીકીટ, વ્યુઈંગ ગેલરી ટીકીટ તથા એક્સપ્રેસ ટીકીટના ભાવનો સમાવેશ કરાયો છે. સ્મારક જોવાનો સમય સવારે 9.00 થી 5.00 કલાકનો રાખવામાં આવ્યો છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ www.soutickets.in પર કરી શકો છો. તમને જણાવી દઈએ કે, દર સોમવારે સ્મારક બંધ રહેશે.

    1 - બસની ટીકીટ રૂ. 30 - જેમાં શ્રેષ્ઠ ભારત ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વોલ ઓફ યુનિટી, પ્રદર્શન, ફૂડકોર્ટ, વેલી ઓફ ફ્લાવર્સ, રીવર બેડ પાવર હાઉસ, વ્યુ પોઈન્ટ, ગોડ બોલે ગેઈટ, ટેન્ટ સીટી, મેઈન કેનાલ હેડ રેગ્યુલર, વગેરે સ્થળો જોવા મળશે.

    2 - એન્ટ્રી ટીકીટ - બાળક (3થી 15 વર્ષ) રૂ. 60, અને પુખ્ત વયના લોકો માટે રૂ. 120. એન્ટ્રી ટિકિટમાં વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ અને ઓડિયો - વિઝ્યુઅલ ગેલરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમનો સમાવેશ છે. આમાં વ્યુઈંગ ગેલરીનો સમાવેશ નથી.

    3 - વ્યુઈંગ ગેલરી ટીકીટ - બાળક (3થી 15) વર્ષ રૂ. 200 અને પુખ્ત વયના લોકો માટે રૂ. 350 જેમાં વ્યુઈંગ ગેલરી, વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝિયમ અને ઓડિયો - વિઝ્યુઅલ ગેલરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ તથા દર્શાવવામાં આવેલા તમામ સ્થળોનો સમાવેશ થાય છે. આમ, રૂ. 350 અને બસની ટિકિટ રૂ. 30. એટલે કે, કુલ રૂ. 380ની ટિકિટમાં તમામ સ્થળો જોઈ શકાશે.

    4 - એક્સપ્રેસ ટીકીટ - રૂ. 1000 છે. જેમાં વ્યુઈંગ ગેલરી વિગેરે સ્થળો માટે લાઈન અલગ હોય છે, અને તુરંત ઓછા સમયમાં સ્થળો જોઈ શકાશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Statue of unity

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन