દેશભરમાં 70મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઠેર ઠેર લોકો તિરંગો લહેરાવી રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. તેવામાં આજે દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા પાસે પ્રજાસત્તાક દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા 182 મીટરની સરદારપટેલની કેવડિયામાં બની ત્યારથી અત્યાર સુધી 7 લાખ પ્રવાસીઓ આવ્યા છે. અને આજે 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અહીંયા વિશેષ કરવામાં આવી. 182 ફુટ લાંબો અને 11 ફુટ પહોળો તિરંગો સ્ટેચ્યુ ખાતે પરિસરમાં લહેરાવવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182ની હોઈ મહારાષ્ટ્ર રાજ્યના જાલ જિલ્લાના ગ્રુપ દ્વારા આજે સ્ટેચ્યુ પર 182 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો તિરંગો લહેરાવી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને લોકોમાં વહેતુ મૂક્યું. જે પ્રવસીઓમાં પણ ભારે આકર્ષણ જોવા મળ્યું.
આ ગ્રુપની ઈચ્છા એવી પણ છે કે, 182 ફૂટ લાંબો તિરંગો લહેરાવી લિમ્કા બુક અને ઇન્ડિયા બુકમાં નામ નોંધાય જે માટેની તેમણે તૈયારી પણ કરી હોવાની વાત કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર