Home /News /madhya-gujarat /World Cancer Day: માત્ર 15 હજારમાં કેન્સરની સારવાર, 15 કરોડનાં આધુનિક સાધન

World Cancer Day: માત્ર 15 હજારમાં કેન્સરની સારવાર, 15 કરોડનાં આધુનિક સાધન

X
સયાજી

સયાજી હૉસ્પિટલમાં કેન્સર માટેના 15 કરોડ રૂપિયાના અતિ આધુનિક મશીનો વસાવેલા છે.. 

સયાજી હૉસ્પિટલમાં કેન્સર માટેના 15 કરોડ રૂપિયાની અતિ આધુનિક મશીનો વસાવેલા છે, જેની સારવારનો લાભ લોકો ખૂબ ઓછા ખર્ચે લઈ શકે છે.

Nidhi Dave, Vadodara: 4 ફેબ્રુઆરીને \"વર્લ્ડ કેન્સર ડે\" તરીકે ઉજવવામાં આવે છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હૉસ્પિટલના રેડિયેશન ઓન્કોલોજી વિભાગના ડો. અનિલ ગોએલેજણાવ્યું હતું કે, આખા જગતમાં 1 કરોડ 80 લાખ જેટલા લોકો કેન્સરથી પીડિત છે. એમાં ભારત દેશમાં 45 લાખ કેન્સરના દર્દીઓ છે. જેમાં વડોદરામાં આખા વર્ષ દરમિયાન 5 હજાર જેટલા કેન્સર પીડિત દર્દી સરેરાશ નોંધાતા હોય છે. દર વર્ષે આ આકાંડાઓમાં વધારો નોંધાઇ રહ્યો છે.

કેન્સર થવાનાં મુખ્ય લક્ષણો

વડોદરા શહેરમાં કેન્સરના દર્દીઓમાં જે તમાકુનું તથા ધુમ્રપાનનું વ્યસન કરી રહ્યા છે. એનું પ્રમાણ વધારે છે. કેન્સરો અનેક પ્રકારના હોય છે, શરીરમાં જેટલા અંગો આવેલા છે, એ તમામમાં કેન્સર થતા હોય છે. કેન્સર થવાના મુખ્ય લક્ષણોમાં માથું દુખવું, બરાબર જમાઈ નહીં, જમવાનું ગળાની નીચે ઉતરે નહીં, જીભ લથડાઈ, કાનમાં દુખવું, ગળા પાસે ગાંઠ થવી, વગેરે. કેન્સર થવાના મુખ્ય કારણોમાં વ્યસન કરવું, પ્રમાણ કરતાં વધુ તીખું ખાવું, જંક ફૂડ ખાવું, વગેરે.



બાળકોમાં પણ બ્લડ કેન્સરનું પ્રમાણ જોવા મળી રહ્યું

હાલ બાળકોમાં પણ બ્લડ કેન્સરનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તો બાળકોની સારવાર પણ વડોદરા શહેરના સયાજી હોસ્પિટલમાં થાય છે. એમાં ખાસ કરીને જાણવા જેવી વાત એ છે કે, કેન્સરની સારવાર જે ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયામાં થાય છે, એ જ સારવાર અહીં 15 હજારમાં મળી રહે છે. તથા જો પી.એમ. જન આરોગ્ય યોજના કાર્ડ હોય તો નિ:શુલ્ક પણ સારવાર થાય છે. સયાજી હૉસ્પિટલમાં કેન્સર માટેના 15 કરોડ રૂપિયાની અતિ આધુનિક મશીનો વસાવેલા છે, જેની સારવારનો લાભ લોકો ખૂબ ઓછા ખર્ચે લઈ શકે છે.



પોલીએટિવ કેરની સુવિધા પણ ઉપલબ્ધ

આ ઉપરાંત કેન્સર પીડિત દર્દીઓ માટે ખાસ બે સ્થળો (વાઘોડિયા અને નિઝામપુરા) ઉપર પોલીએટિવ કેરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, સયાજી હોસ્પિટલના કેન્સર વિભાગ અને દિપક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ કરુણા કાર્યરત છે. જેનો હેલ્પ ડેસ્ક મોબાઈલ નંબર: 6358857291 / 7016081842 / 8320938489
First published:

Tags: Local 18, Vadodara