Home /News /madhya-gujarat /

કરજણ તાલુકામાં નાના વ્યવસાય માટે 578 લોકોને આપવામાં આવી 65 લાખથી વધુની લોન: મંત્રી મોરડિયા

કરજણ તાલુકામાં નાના વ્યવસાય માટે 578 લોકોને આપવામાં આવી 65 લાખથી વધુની લોન: મંત્રી મોરડિયા

કરજણ તાલુકામાં નાના વ્યવસાય માટે 578 લોકોને 65 લાખથી વધુની લોન આપવામાં આવી છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દ્વારા પ્રધાનમંત્રી 

    વડોદરા: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સમાજના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે તેવા ઉમદા પ્રયાસ કરી રહ્યા છે.

    રાજ્ય સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી દ્વારા પ્રજાજનોના કામો સરળતાથી થાય, અદ્યતન સુવિધાઓ મળે તે માટેના સર્વગ્રાહી પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્ય મંત્રી મોરડિયાએ રાજ્યમાં સર્વ પ્રથમ સ્વ ભંડોળમાંથી અંદાજે રૂ. 8 કરોડના ખર્ચે કરજણ નગરપાલિકા નૂતન ભવન અને રૂ. 3 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલ સ્વામિ વિવેકાનંદ તળાવનું લોકાર્પણ કર્યું હતું.

    તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શહેરોની આગવી ઓળખ માટે મહત્તમ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટ થકી કરજણ વિકાસના પંથે આગળ વધશે. કરજણ તાલુકામાં નાના વ્યવસાય માટે 578 લોકોને 65 લાખથી વધુની લોન આપવામાં આવી છે. જ્યારે આવસો માટે 790 લોકોને કુલ 27 કરોડ ફાળવવામાં આવ્યા છે. કરજણ તાલુકો વિકાસશીલ તાલુકાઓમાં અગ્રેસર રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો:Omicron: ગૃહ મંત્રાલયે રાજ્યોને જારી કર્યા આદેશ, ઓમિક્રોનનો સામનો કરવા આ તૈયારીઓ કરો

    રાજ્ય સરકાર દ્વારા લોક કલ્યાણ અર્થે અનેકવિધ કાર્યો કરવામાં આવ્યા છે. સુશાસન સપ્તાહની ઉજવણી નિમિત્તે વડોદરા જિલ્લામાં શહેરી વિકાસના રૂ. 458 લાખથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર પ્રજાજનોની સુવિધાઓ માટે અનેક પ્રયાસો કરી રહી છે. તેમ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ નગરપાલિકાના અદ્યતન ભવનમાં 15 જેટલી અદ્યતન ઓફિસો, કોન્ફરન્સ હોલ અને કેટરિંગની પણ વ્યવસ્થા છે. નગરપાલિકાનો સ્વચ્છ વહીવટ થાય અને દરેક અધિકારીઓ પર મોનીટરીંગ જળવાય તે હેતુથી દરેક ઓફિસો સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે. તેમજ સિનિયર સીટીઝનો માટે અલગ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત, ફાયર સેફટીને ધ્યાનમાં રાખીને આખું નગરપાલિકા ભવન ફાયર સેફટીથી સજ્જ કરવામાં આવ્યું છે. વધુમાં, 24 કલાક વીજળી મળી રહે તે માટે જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં વીજ બચત માટે સંપૂર્ણ ભવનને સૂર્ય ઉર્જા સીસ્ટમ સાથે જોડવામાં આવશે.

    આ પણ વાંચો: પીએમ મોદી કાનપુરથી રોડ માર્ગે જઈ રહ્યા છે લખનૌ, ખરાબ હવામાન બન્યું કારણ

    ઉપરાંત, સ્વામિ વિવેકાનંદ તળાવના નવીનીકરણમાં જોગીંગ ટ્રેક, રબલ પીચીંગ સ્લોપ, સ્ટ્રીટ લાઈટ અને સ્વામિ વિવેકાનંદનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. આ પ્રસંગે અગ્રણી પરાક્રમસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ કામાક્ષી પટેલ, પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મીનાબેન ચાવડા, નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara City, વડોદરા

    આગામી સમાચાર