વડોદરાઃ ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીએ ફાંસો ખાઇ કરી આત્મહત્યા

શનિવારે લેવાનાર કેમેસ્ટ્રીના પેપરમાં વધુ માર્ક્સ નહીં આવે તેવા ભયથી પીડાતા વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હતું.

News18 Gujarati
Updated: March 9, 2019, 8:51 AM IST
વડોદરાઃ ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીએ ફાંસો ખાઇ કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: March 9, 2019, 8:51 AM IST
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાને લઇને થોડો તણાવગ્રસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ધોરણ-12 સાયન્સની બોર્ડની પરીક્ષા આપી રહેલા ફતેગંજ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. શનિવારે લેવાનાર કેમેસ્ટ્રીના પેપરમાં વધુ માર્ક્સ નહીં આવે તેવા ભયથી પીડાતા વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારની ઊમંગ સોસાયટીમાં રહેતો 17 વર્ષીય અદ્વૈત અમીશભાઇ સલાટ ધોરણ-12 સાયન્સમાં જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા અમીશભાઇ જગદીશભાઇ સલાટ માણેજા ખાતે આવેલી એબીબી કંપનીમાં મેનેજર તરીકેની ફરજ બજાવે છે. તેમના એકના એક પુત્ર અદ્વૈત તા.7મીના રોજથી શરૂ થયેલી એસએસસી બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો. ફીઝીક્સનું પેપર તેને આપી દીધું હતું. તે થોડો હતાશ હતો.

કેમેસ્ટ્રીના પેપરમાં તે ખુબ સારો દેખાવ નહીં કરી શકે તેનો ભય તેને સતાવી રહ્યો હતો. જેના પગલે શુક્રવારે સવારે સાડા આઠ કલાકે અદ્વૈતના પિતા અમીશભાઇ નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા. તેમને અદ્વૈતની માતા ધરાબેનને કમાટીબાગમાં ચાલવા માટે છોડીને નોકરી ઉપર ગયા હતા.

આ પણ વાંચોઃ-વડોદરા: પિતાને અગ્નિદાહ આપ્યાનાં 24 કલાકમાં જ આપી બોર્ડ પરીક્ષા

જ્યારે અદ્વૈત મકાનના પહેલા મજલે વાંચતો હતો. સવારે પોણા દશ કલાકે ધરાબેન કમાટીબાગમાં ચાલીને પરત ઘરે ગયા હતા. ત્યારે તેમને ઉપરના માળે વાંચા અદ્વૈતને બુમ પાડી હતી. પરંતુ કોઇ જવાબ મળ્યો ન હતો. આથે તેઓ ઉપરના માળે ગયા હતા. ત્યારે અદ્વૈતે પંખા સાથે પ્લાસ્ટીકની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેઓ ગભરાઇ ગયા હતા. તેમણે બુમરાણ મચાવી મુકતા આસપાસના લોકો દોડી આપ્યા હતા.
First published: March 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...