Home /News /madhya-gujarat /વડોદરા: સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની માતાઓ ગરબાનું કર્યું આયોજન, વરસતા વરસાદમાં ગરબાની રમઝટ

વડોદરા: સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની માતાઓ ગરબાનું કર્યું આયોજન, વરસતા વરસાદમાં ગરબાની રમઝટ

X
વડોદરાની

વડોદરાની પ્રજાનો ગરબા પ્રત્યેનો અનેરો પ્રેમ....

વિદ્યાર્થીઓની માતાઓ માટે વિશેષ "નવરાત્રી સંગ યશોદા" શિર્ષક હેઠળ ગરબાના કાર્યક્રમનું આયોજન

વડોદરા: શહેરના હરણી વિસ્તારમાં આવેલ ન્યુ બ્રાઇટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલીત બ્રાઇટ સ્કૂલ - ગુજરાત બોર્ડ યુનિટ તથા સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલ દ્વારા માઁ શક્તિની ઉપાસના, અર્ચના અને આરાધનાના પર્વના ઉપલક્ષ્યમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માતાઓ માટે વિશેષ \"નવરાત્રી સંગ યશોદા\" શિર્ષક હેઠળ ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં 200 જેટલી માતાઓ માટે આયોજન કરવામાં આવેલું.


વડોદરા શહેરમાં પહેલી વખત વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ છત્રી લઈને ગરબે ઘૂમ્યા...


કોરોનાના કેસો ઘટતા સરકાર દ્વારા 400 લોકોની મર્યાદા સાથે શેરી ગરબાની પરવાનગી આપવામાં આવી હતી. તેમ છતાં વડોદરામાં લોકોએ પરંપરાગત શેરી ગરબામાં પણ રમઝટ બોલાવી છે. નવરાત્રીના પર્વમાં શહેરમાં અનોખો માહોલ જોવા મળે છે.

પરંતુ ગત રોજ વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રંગમાં ભંગ પડ્યો હતો. પરંતુ પહેલી વખત વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ છત્રી લઈને ગરબે ઘૂમ્યા હતાં. જ્યારે કેટલાંક વિસ્તારોમાં પાણી ભરેલા મેદાનમાં પણ લોકોએ ગરબે ઘૂમી નવરાત્રીની ઉજવણી કરી હતી. ગતરોજ માંજલપુર અષ્ટવિનાયક યુવક મંડળ દ્વારા આદ્ય શક્તિ ગરબામાં ખેલૈયાઓ છત્રી તથા પાણી ભરાયેલી જગ્યાએ ગરબા રમતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો. જેના પરથી વડોદરાની પ્રજાનો ગરબા પ્રત્યેના પ્રેમનો અંદાજો લગાડી શકાય છે.

આ પણ વાંચો: સુરતઃ ખટોદરામાં 90 લાખની ચોરીમાં પૂછપરછ બાદ યુવક ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો

પહેલી વખત વરસાદની વચ્ચે વડોદરાવાસીઓ છત્રી લઈને પણ ગરબે ઘૂમ્યા હતાં. શેરી અને સોસાયટીમાં ઓયાજીત નવરાત્રી પર્વમાં બાળકો-યુવાનોથી લઈને વૃદ્ધો સુધી તમામ ઉત્સાહ પૂર્વક ગરબે ઘૂમતા નજરે ચડ્યા.
First published:

Tags: Navratri, Navratri 2021, વડોદરા શહેર

विज्ञापन