દેશનું ગૌરવ બનેલી મહિલાઓની સાક્ષીએ દિપક ફાઉન્ડેશન દ્વારા કરાયું મહિલાઓ માટે ખાસ આયોજન, જુઓ Video
દેશનું ગૌરવ બનેલી મહિલાઓની સાક્ષીએ દિપક ફાઉન્ડેશન દ્વારા કરાયું મહિલાઓ માટે ખાસ આયોજન, જુઓ Video
સમાજ માટે જેમણે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે, એવી તમામ મહિલાઓને સન્માનીત કરી..
દીપક ફાઉન્ડેશન એ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Women's Day) ઉજવણી કરી હતી. આ પ્રસંગે સામાજિક પરિવર્તનના સ્તંભોને સન્માનિત કરીને શ્રીમતી કાંતાબેન મહેતા મેમોરિયલ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિપક ફાઉન્ડેશન દ્વારા કરાયું મહિલાઓ માટે ખાસ આયોજન....
વડોદરા: દીપક ફાઉન્ડેશન (Deepak Foundation) એ 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Women's Day) ઉજવણી કરી હતી. આ પ્રસંગે સામાજિક પરિવર્તનના (Social Change) સ્તંભોને સન્માનિત કરીને શ્રીમતી કાંતાબેન મહેતા મેમોરિયલ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની એ તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવી જેમણે ઘરની સાથે સાથે સમાજને પણ સાચવ્યો છે. સમાજ માટે જેમણે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે, એવી તમામ મહિલાઓને સન્માનીત કરવામાં આવ્યા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન ડો. શમશેર સિંઘ- IPS પોલીસ કમિશનર, ACP રાધિકા ભારાઈ, નોડલ ઓફિસર- SHE ટીમ, ડૉ મીનલ રોહિત- ઈસરોના વૈજ્ઞાનિક, ગીતા ગાયકવાડ- ચેરપર્સન મહિલા પસંદગી સમિતિ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આ પ્રસંગને સફળ બનાવ્યો હતો. તદુપરાંત આ કાર્યક્રમમાં સંગીત પ્રોગ્રામનું પણ આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા પણ પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ખાસ ડૉ મીનલ રોહિત- ઈસરોના વૈજ્ઞાનિક આવ્યા હતા. જેમની ઉપર મિશન મંગળ ફિલ્મ પણ બનાવવમાં આવી છે. તો ડો. મીનલનો અનુભવ કેવો રહ્યો, એમની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ, અને ફિલ્મ વિશે એમનો અભિપ્રાય શું રહ્યો, તેની વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી છે, જે આપ વીડિયોમાં જોઈ શકો છો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર