Home /News /madhya-gujarat /

VADODARA: સરકારની યોજનાનો લાભ 100 ટકા લાભાર્થીઓને આપવા વિશેષ અભિયાન શરૂ

VADODARA: સરકારની યોજનાનો લાભ 100 ટકા લાભાર્થીઓને આપવા વિશેષ અભિયાન શરૂ

તાલુકા દીઠ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા...

સહાય સેતુ પહેલ યોજનાઓનાના લાભથી વંચિત વડોદરા જિલ્લાના નાગરીકોએ તાલુકાવાર મામલતદાર કચેરીનો રૂબરૂ અથવા ફોનથી સંપર્ક કરી જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.

    વડોદરા: જિલ્લા પ્રશાસન (District Administration) દ્વારા જિલ્લા કલેકટર અતુલ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganga Swarupa Financial Assistance Scheme),ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (Indira Gandhi National Old Age Assistance Scheme),નિરાધાર વૃધ્ધ સહાય યોજના (Niradhar Old Age Assistance Scheme) અને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (Rashtriya Kutumbh Sahay Yojna) હેઠળ સો ટકા લાભાર્થીઓને આવરી લેવા માટે તમામ આઠ તાલુકાઓમાં નવતર અભિનવ પ્રયાસના ભાગરૂપે સહાય સેતુ પહેલ શરૂ કરવામાં આવી છે.

    જિલ્લાના નાગરીકોએ તાલુકાવાર મામલતદાર કચેરીનો રૂબરૂ અથવા ફોનથી સંપર્ક કરી જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.

    સહાય સેતુ પહેલ યોજનાઓનાનાલાભથી વંચિત વડોદરા જિલ્લાના નાગરીકોએ તાલુકાવાર મામલતદાર કચેરીનો રૂબરૂ અથવા ફોનથી સંપર્ક કરી જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.તદનુસાર પાદરા તાલુકાના અરજદારોએ 02662- 222590, કરજણ 02666- 233046,વાઘોડીયા 7567007866,ડભોઈ 02663 - 254315,શિનોર 02666- 264272,ડેસર 9725022296,સાવલી 6351558101 અને વડોદરા (ગ્રામ્ય) તાલુકાના અરજદારોએ 7485998028 નંબર પર સંપર્ક કરવાનો રહેશે. આ યોજનાઓની વિગતો નીચે મુજબ છે.

    ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના

    કોઇ પણ વિધવા બહેન કે જેમની કૌટુંબીક વાર્ષિક આવક 1.20 લાખથી ઓછી ( ગ્રામ્ય વિસ્તાર ) તથા 1.50 લાખથી ઓછી આવક શહેરી વિસ્તાર માટે હોય તે અરજી કરી શકે , ગંગા સ્વરૂપા બહેનોનેમાસિક સહાય રૂ. 1250 મળવા પાત્ર છે.

    ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના

    કોઈ પણ વૃધ્ધ જનની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઇ એ. બી.પી.એલ.દાખલો ગ્રામ્ય વિસ્તાર માટે ( 0 થી 20 નો સ્કોર ) શહેરી વિસ્તાર માટે સુવર્ણ જયંતિનું કાર્ડ,ઉમર 60 થી 79 વર્ષના વૃધ્ધ જનનો માસિક સહાય રૂ. 1000 ઉમરના 80 કે તેથી વધુ વર્ષના વૃદ્ધજનને માસિક સહાય રૂ. 1250

    નિરાધાર વૃધ્ધ સહાય યોજના

    60 વર્ષ થી વધુ ઉમરના હોય તે અરજી કરી શકે છે -નિરાધાર વૃધ્ધ જનનો 21 વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ના હોવો જોઇએ. કૌટુંબીક વાર્ષિક આવક 1.20 લાખથી ઓછી (ગ્રામ્ય વિસ્તાર ) માટે તથા 1.50 લાખથી ઓછી આવક શહેરી વિસ્તાર માટે હોય તે અરજી કરી શકે ઉમર 60 થી 79 વર્ષના વૃધ્ધ જનનો માસિક સહાય રૂ. 1000,ઉંમરના 80 કે તેથી વધુ વર્ષના વૃધ્ધજનને માસિક સહાય રૂ. 1250

    રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

    બી.પી.એલ.દાખલો ગ્રામ્ય વિસ્તાર માટે ( 0 થી 20 નો કોર ) મૃત્યુ થયાના બે વર્ષમાં અરજી કરવાની રહેશે . કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ ( સ્ત્રી કે પુરૂષ ) મુત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે. મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરુષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

    કુટુંબમાં મુખ્ય કમાવનાર સ્ત્રી કે પુરૂષનું મૃત્યુ થતાં કુટુંબને એક વખત રૂ. 20,000 / - ની સહાય મળવા પાત્ર છે.

    જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ ખાસ ઝુંબેશ અંતર્ગત તમામ ગંગા સ્વરૂપા બહેનો,60 વર્ષથી વધુ ઉમરના વડીલોને યોજનાઓનો લાભ મળી રહે તે માટે આપના વિસ્તારમાં લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા નાગરીકોએ ગામના તલાટી કમ મંત્રી તથા સંબધિત મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat goverment, Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર