Home /News /madhya-gujarat /Vadodara: વડોદરા જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ; આ સ્થળે જઈ કઢાવો કાર્ડ

Vadodara: વડોદરા જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ; આ સ્થળે જઈ કઢાવો કાર્ડ

જિલ્લામાં 5.95 લાખ આયુષ્માન કાર્ડ હેઠળ આરોગ્ય સુરક્ષા છત્રનો લાભ.. 

જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ તથા કોવિડ રસીકરણ પ્રિ-કોશન ડોઝ માટેની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

    Nidhi dave, Vadodara: જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( Pradhan Mantri Jan Asrogya Yojana ) હેઠળ આયુષ્યમાન કાર્ડ ( Aayushyman Card ) તથા કોવિડ રસીકરણ પ્રિ-કોશન ડોઝ માટેની ખાસ ઝુંબેશ ( Special Campaign ) ચલાવવામાં આવી રહી છે. ભારત સરકારની (Government of India) સૂચના મુજબ કોવિડ વેક્સિનેશન ( Covid Vaccination ) આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 18 થી 59 વય જૂથ વચ્ચેના વ્યક્તિઓને વિના મૂલ્યે તમામ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, અર્બ આરોગ્ય કેન્દ્રો તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતેથી પ્રિ-કોશન ડોઝ ( Pre-caution Dose ) આપી રહ્યા છે.

    તા. 10/ 09 / 22 સુધીમાં ડોઝ લેવા માટે જાહેર અનુરોધ કરવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં તૃતીય પ્રિકોશન ડોઝ અન્વયે 29,3201 લોકોએ રસી લીધી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ દરેક પ્રાથમિક, અર્બન આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, ઇ-ગ્રામ સર્વિસ સેન્ટર, કોમન સર્વિસ સેંટરમાંથી તા. 05 /09 / 22 સુધીમાં ખાસ ઝુંબેશના ભાગરૂપે કાઢી આપવામાં આવશે. આ કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકનો દાખલો સાથે લઈ જવાનો રહેશે.

    આ પણ વાંચો: હિરો ઓફ ઈન્ડિયા; 1971ના યુદ્ધમાં પૂર્વ વિંગ કમાંડર વિજય કર્ણિકે આ રીતે પાકિસ્તાનને આપી હતી મ્હાત

    વડોદરા જિલ્લામાં 5,95,000 આયુષ્માન કાર્ડ હેઠળ આરોગ્ય સુરક્ષા છત્રનો લોકો લાભ લઈરહ્યાં છે. બેઠકમાં ગામ વાર આયુષ્માન કાર્ડ નોંધણી અને કોરોના રસીકરણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ માટે વડોદરા જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરઓની એક બેઠક બોલાવી કામગીરીમાં વેગ લાવવા માટે જિલ્લા, તાલુકાના વહીવટી તંત્રને સૂચના આપવામાં આવીછે. જેથી વડોદરા જિલ્લાની જાહેર જનતાને વહેલી તકે રસીનો પ્રિ-કોશન ડોઝ લેવા તથા પરિવારનાં તમામ સભ્યોના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ બનાવી રૂપિયા પાંચ લાખનો આરોગ્ય કવચ મેળવી લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવીછે.
    First published:

    Tags: Aayushman Card, Ayushman Health Card, Vadodara

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन