Home /News /madhya-gujarat /Vadodara Train Time Table: વડોદરાથી સુરત મુસાફરી કરતા પ્રવાસિયો ખાસ ધ્યાન આપે આ ટ્રેનો થઈ શકે છે રદ, જાણી લો કારણ
Vadodara Train Time Table: વડોદરાથી સુરત મુસાફરી કરતા પ્રવાસિયો ખાસ ધ્યાન આપે આ ટ્રેનો થઈ શકે છે રદ, જાણી લો કારણ
એન્જિનિયરિંગ બ્લોક માટેથી કેટલીક ટ્રેનો કેન્સલ થશે
પશ્ચિમ રેલવાના સુરત-વડોદરા રેલ ખંડના વરનામા-ઇટોલા સ્ટેશનો પર 26 માર્ચ અને 27 માર્ચ, 2023ના રોજ એન્જિનિયરિંગ બ્લોક માટેથી કેટલીક ટ્રેનો કેન્સલ થશે, કેટલીક ટ્રેનો આંશિક રૂપે કેન્સલ થશે અને કેટલીક ટ્રેનો રેગુલેટ (મોડી) આવશે.
Nidhi Dave, Vadodara: પશ્ચિમ રેલવાના સુરત-વડોદરા રેલ ખંડના વરનામા-ઇટોલા સ્ટેશનો પર 26 માર્ચ અને 27 માર્ચ, 2023ના રોજ એન્જિનિયરિંગ બ્લોક માટેથી કેટલીક ટ્રેનો કેન્સલ થશે, કેટલીક ટ્રેનો આંશિક રૂપે કેન્સલ થશે અને કેટલીક ટ્રેનો રેગુલેટ (મોડી) આવશે.
ટ્રેનોન રદ થવાના કારણે આવનારા સમયમાં યાત્રીઓને કોઈ મુશ્કેલી પડે નહીં, તેથી પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન દ્વારા આજરોજ ટ્રેન નંબર સહિત જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી કરીને આવનારી 26 અને 27 તારીખના રોજ મુસાફરી કરનાર યાત્રીઓને જાણકારી પ્રાપ્ત કરવામાં સરળતા રહે.
26 માર્ચ, 2023 (રવિવાર)ના રોજ કેન્સલ થયેલી ટ્રેનો:
ટ્રેન નં 09161 વલસાડ - વડોદરા પેસેન્જર સ્પેશિયલ કેન્સલ થશે.
ટ્રેન નં 09162 વડોદરા - વલસાડ પેસેન્જર સ્પેશિયલ કેન્સલ થશે.
ટ્રેન નં 09161 વલસાડ - વડોદરા પૈસેન્જર સ્પેશિયલ કેન્સલ થશે.
ટ્રેન નં 09162 વડોદરા - વલસાડ પેસેન્જર સ્પેશિયલ કેન્સલ થશે.
આંશિક રીતે કેન્સલ થયેલી ટ્રેન:
ટ્રેન નં 22953 મુંબઇ સેન્ટ્રલ - અમદાવાદ એક્સપ્રેસને મુંબઇ સેન્ટ્રલથી ભરુચ સુધી ચલાવાશે. આ રીતે આ ટ્રેન ભરુચ - અમદાવાદ વચ્ચે આંશિક રૂપે કેન્સલ થશે.
રસ્તામાં મોડી થનારી ટ્રેનો:
ટ્રેન નં 12656 નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ 20 મિનિટ મોડી થશે. રેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની સફર કરે અને ટ્રેનોના પરિચાલ અંગે નવી અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પરથી મેળવે જેથી તેમને કોઇ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે.