Home /News /madhya-gujarat /

Vadodara : સૈનિક કલ્યાણ અર્થે ફાળો આપનારને સન્માનિત કરવામાં આવ્યા

Vadodara : સૈનિક કલ્યાણ અર્થે ફાળો આપનારને સન્માનિત કરવામાં આવ્યા

આશરે રુ. 12 લાખ 54 હજારનો ફાળો એકત્ર થયો...

રાષ્ટ્ર માટે ન્યોછાવર કરનાર સૈનિકોના, સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ, આશ્રિતો-પરિવારજનોને મદદ કરવાનું શ્રેષ્ઠ કાર્ય કરી ઉદાહરણ પૂરું પાડયું છે. ઉદાર હાથે ફાળો આપી સૈનિકો અને તેમના આશ્રિતોને પરોક્ષ રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
  વડોદરા, આણંદ: ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સૈનિકો (Ex- Serviceman) અને સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ, આશ્રિતો તથા પરિવારજનોને વિવિધ સરકારી સહાય અને નાગરિકોના સહયોગથી સહાય મળી રહે તે માટે વડોદરાના છાણી વિસ્તારમાં જિલ્લા સૈનિક કલ્યાણ (District Soldier Welfare) અને પુનર્વસવાટ કચેરી સતત પ્રવૃત્તિમય રહે છે.

  કલેકટર અતુલ ગોરે જણાવ્યુ કે, રાષ્ટ્ર હિત અને ઉત્કૃષ્ટ કાર્યો માટે વડોદરા જિલ્લાના નાગરિકોએ કોરોનાના કપરાં સમય-સંજોગમાં પણ આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે. રાષ્ટ્ર માટે ન્યોછાવર કરનાર સૈનિકોના, સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ, આશ્રિતો-પરિવારજનોને મદદ કરવાનું શ્રેષ્ઠ કાર્ય કરી ઉદાહરણ પૂરું પાડયું છે. ઉદાર હાથે ફાળો આપી સૈનિકો અને તેમના આશ્રિતોને પરોક્ષ રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. વધુમાં વધુ ફાળો આપી રાષ્ટ્રીય ફરજ અદા કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

  ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020-21 દરમિયાન સરકારી કચેરીઓમાં એકઠા થયેલા ફાળામાંથી વડોદરા ચેરિટી કચેરી, મદદનીશ કમિશ્નરએ સૌથી વધુ રુ. 2,43,533 ફાળો એકત્ર કર્યો હતો. શહેરી વિસ્તારની શાળાઓમાંથી વડોદરાના આજવા રોડ સ્થિત પરિવાર વિદ્યાલય દ્વારા રુ. 16,201 નો ફાળો ભેગો કરવામાં આવ્યો. ગ્રામ્ય વિસ્તારમાં કરજણના મિયાગામની શાહ એનબીએસ હાઇ સ્કૂલ દ્વારા રુ. 51હજાર તથા પાદરા તાલુકાના વડુની મહાલક્ષ્મી નગીનદાસ વિદ્યાલયે રુ. 15,111 સૈનિકો અને તેના આશ્રિતો માટે એકઠાં કર્યા હતા.

  આ પણ વાંચો: જામનગરના ચકચારી હત્યા કેસમાં પતિ-પત્ની સહિત પાંચની ધરપકડ, આડા સંબંધમાં થઈ હતી હત્યા

  આ ઉપરાંત વ્યક્તિગત શ્રેણીમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારના રહીશ મીનાક્ષીબેન વસંતલાલ સોનીએ રુ. 31 હજાર તથા માંજલપુર રહેતા પૂંજાભાઈ પટેલે રુ. 25 હજારની રકમ આપી હતી. વિવિધ જૂથો દ્વારા કરવામાં આવતી સહાય શ્રેણીમાં આજવા રોડ સ્થિત શિવુ સ્ટડી સેન્ટર દ્વારા રુ. 11 હજાર અને બેંક ઓફ બરોડા નિવૃત્ત અધિકારી કર્મચારીઓ એસોસિએશન દ્વારા રુ. 1,51,000 આપવામાં આવતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ, વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે આશરે રુ. 12 લાખ 54 હજારનો ફાળો એકત્ર થયો છે.

  આ પણ વાંચો: જામનગરના ચકચારી હત્યા કેસમાં પતિ-પત્ની સહિત પાંચની ધરપકડ, આડા સંબંધમાં થઈ હતી હત્યા

  વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે તા. 31 જાન્યુઆરી, 2022 ના રોજ નોંધાયેલ સંખ્યા મુજબ સેવા નિવૃત્ત સૈનિકોની સંખ્યા 6,777 અને મૃત્યુ પામેલ સૈનિકોના ધર્મપત્નીઓની સંખ્યા 861 તથા આશ્રિતોની સંખ્યા 23,117 નોંધાઈ છે. જે વડોદરા, આણંદ, ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના છે અને તે કુલ મળી 30,755 છે. મહત્વનું છે કે, વડોદરા જિલ્લાના આર્મી 2562, નેવી 209, એરફોર્સ 2090 સહિત 4861 પૂર્વ સૈનિકો છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના આર્મી 435, નેવી 21 અને એરફોર્સ 221 એમ કુલ મળી 677 સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નિઓ છે.

  આ પણ વાંચો: આવતીકાલથી હેલ્મેટ ન પહેરનારા અને સીટ બેલ્ટ ન બાંધનારાઓની ખેર નથી

  વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી સુરજિત સિંઘ રાઘવે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી સૌને આવકાર્યા હતા. તેમણે \"સશસ્ત્ર સેના ધ્વજ દિન\" માટે પોતાનો ફાળો આપવા અનુરોધ કર્યો હતો. ફાળો આપવા ઇચ્છુક હોય તેવા વ્યક્તિગત દાતા કે સંસ્થાઓએ \" કલેક્ટર અને પ્રમુખ, ડી.એસ.ડબલ્યુ.આર.ઓ વડોદરા” નો ચેક કે ડી.ડી આપવાનો રહે છે. રોકડમાં ફાળો આપવા માંગતા હોય તેમને ફાળો મળ્યાની રસીદ પણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે હાથોહાથ આપવામાં આવે છે. આ અંગે વધુ માહિતી અને વિગતો માટે કચેરીના ફોન નં. ૦૨૬૫-૨૭૭૨૬૬૬ પર સંપર્ક કરી શકાશે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Vadodara, વડોદરા શહેર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन